દેશમાં મોંઘવારી છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહી છે.
જૂનમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી -૦.૧૩ ટકા સાથે ૨૦ માસના તળિયે પહોંચી છે. જ્યારે
રિટેલ ફુગાવો ૬ વર્ષના તળિયે નોંધાયો છે. ભારતનો રિટેલ ફુગાવો જૂનમાં ઘટી ૨.૧ ટકા
થયો છે. જે જાન્યુઆરી, ૨૦૧૯ બાદનો સૌથી મોટો ઘટાડો છે. જથ્થાબંધ ફુગાવો જૂનમાં -૦.૧૩
ટકા નોંધાયો છે. જે અગાઉ ઓક્ટોબર, ૨૦૨૩માં તે -૦.૫૬ ટકા હતી. મે, ૨૦૨૫માં ૦.૩૯ ટકા
અને એપ્રિલ, ૨૦૨૫માં ૦.૮૫ ટકા હતી. રોજિંદા જીવન જરૂરિયાત અને ખાણી-પીણીની ચીજોના
ભાવ ઘટતાં મોંઘવારીમાં ઘટાડો થયો છે.
રિટેલ ફુગાવો જૂનમાં ૦.૭૨ ટકા ઘટ્યો છે. જે મેમાં ૨.૮૨ ટકા
હતો. રિટેલ ફુગાવામાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો છે.
રિટેલ ફૂડ ઈન્ફ્લેશન જૂનમાં -૧.૦૬ ટકા નોંધાયું છે. શાકભાજીના ભાવ ૧૯ ટકા ઘટ્યા
છે. જ્યારે ગરમ મસાલા ૩.૦૩ ટકા સુધી સસ્તા થયા છે. જૂનમાં રોજિંદા જીવન જરૂરિયાતની
ચીજવસ્તુઓનો મોંઘવારી દર ૨.૦૨ ટકાથી ઘટી -૩.૩૮ ટકા થયો છે. જ્યારે ખાદ્ય
પદાર્થોમાં જથ્થાબંધ ફુગાવો ૧.૭૨ ટકાથી ઘટી -૦.૨૬ ટકા થયો છે. ઈંધણ અને વીજનો
જથ્થાબંધ ફુગાવો -૨.૨૭ ટકાથી ઘટી -૨.૬૫ અને મેન્યુફેક્ચરિંગનો WPI ૨.૦૪ ટકાથી ઘટી ૧.૯૭
ટકા નોંધાયો છે.
દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :-https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O




