May 24, 2026

+91 99390 80808

May 24, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesતહેવારોમાં ઓનલાઈન ખરીદીથી યુપીઆઈ વ્યવહાર ૨૦ અબજ પાર...!!

તહેવારોમાં ઓનલાઈન ખરીદીથી યુપીઆઈ વ્યવહાર ૨૦ અબજ પાર…!!

તહેવારોની મોસમને કારણે ઓનલાઈન ખરીદીમાં વધારો થતાં ઓગસ્ટ મહિનામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) પ્લેટફોર્મ મારફતેના વ્યવહારો જુલાઈની સરખામણીએ ૩% વધી ૨૦.૦૧ અબજ સુધી પહોંચી ગયા હતા. જુલાઈમાં આ આંક ૧૯.૪૭ અબજ રહ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો વ્યવહારનો આંક ૧% ઘટીને રૂપિયા ૨૪.૮૫ લાખ કરોડ રહ્યો હતો, જે જુલાઈમાં રૂપિયા ૨૫.૦૮ લાખ કરોડ હતો. આ માહિતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જાહેર કરાયેલા તાજા ડેટામાં આપવામાં આવી છે.
ઓગસ્ટમાં યુપીઆઈ મારફતે વ્યવહારોની દૈનિક સરેરાશ ૬૪.૫૦ કરોડ રહી હતી, જે જુલાઈમાં ૬૨.૮૦ કરોડ હતી. જોકે મૂલ્યની દ્રષ્ટિએ દૈનિક સરેરાશ વ્યવહાર થોડો ઘટીને રૂપિયા ૮૦,૧૭ કરોડ રહ્યો હતો, જે જુલાઈમાં રૂપિયા ૮૦,૯૧૯ કરોડ હતો. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ, આ વખતે યુપીઆઈ વ્યવહારમાં વોલ્યુમની દ્રષ્ટિએ ૩૪ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. તહેવારોની મોસમ દરમિયાન ઉપભોગમાં વધારો થતો હોવાનો આંકડા પરથી સ્પષ્ટ થાય છે.
કોરોના બાદ દેશમાં ઓનલાઈન ખરીદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વૃદ્ધિને કારણે યુપીઆઈ વ્યવહારોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. આજે ડિજિટલ પેમેન્ટસ માત્ર મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના નગરો અને ગામડાઓ સુધી પણ વ્યાપી ગયા છે.

Most Popular