March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeMarket Trendનિફટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! - ૨૯ જુલાઈ ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! – ૨૯ જુલાઈ ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૭.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૬૩ સામે ૮૧૨૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૭૭૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૮૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૫૦ સામે ૨૪૭૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૬૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતના યુ.કે. સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના પોઝિટીવ સમાચાર સામે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખફા થયા હોવાના અને ભારત પર આકરાં ૩૦થી ૩૫% ટેરિફ લાગુ કરી શકે છે એવા સંકેત અને બીજી તરફ દેશના પ્રાઈમરી માર્કેટમાં અનેક કંપનીઓ આઈપીઓ લાવીને આગામી દિવસોમાં મોટા આઈપીઓ કૌભાંડનો પર્દાફાશ થવાની પણ બજારમાં ચર્ચા થવા લાગતાં ખરડાયેલા સેન્ટીમેન્ટમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિ છતાં કોર્પોરેટ પરિણામો એકંદર સાધારણ આવી રહ્યા હોઈ અને ઘણા શેરોમાં ઓવર વેલ્યુએશનની સ્થિતિ વચ્ચે ફંડો, રોકાણકારો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મોટી વેચવાલી સાથે વિદેશી ફંડો – એફપીઆઈઝની સતત વેચવાલીએ આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુએસ – ભારત ટેરિફ વાટાઘાટો વચ્ચે સોમવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે સ્થિર રહ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ અને એફએમસીજી સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૮૧ અને વધનારની સંખ્યા ૧૨૫૬ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર ૧.૨૩%, એશિયન પેઈન્ટ્સ ૧.૦૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૪૩%, એચડીએફસી બેન્ક ૦.૧૮%, આઈટીસી ૦.૧૧% અને ઈન્ફોસિસ લિ. ૦.૦૩% વધ્યા હતા, જ્યારે કોટક બેન્ક ૭.૫૦%, બજાજ ફાઈનાન્સ ૩.૬૪%, ભારતી એરટેલ ૨.૩૫%, ટાઈટન ૨.૧૭%, ટીસીએસ લિ. ૧.૭૬%, બીઈએલ ૧.૪૮%, એચસીએલ ટેકનોલોજી ૧.૪૭%, એક્સિસ બેન્ક ૧.૨૫%, અદાણી પોર્ટ્સ ૧.૨૧%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૧૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૬% અને ઈટર્નલ લિ. ૧.૦૯% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૮૧ લાખ કરોડ ઘટીને ૪૪૭.૮૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ટેરિફ વોરમાં શાંતિના સંકેતો વચ્ચે વિશ્વના વેપાર ક્ષેત્રે મહત્વની હલચલ જોવા મળી રહી છે. અત્યાર સુધી અનેક દેશો પર કડક ટેરિફ લગાવનાર ડોનાલ્ડ ટ્રમ્પ હવે વિવિધ દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં છે. ખાસ કરીને ૧ ઓગસ્ટની નજીક આવતી મહત્વપૂર્ણ સમયમર્યાદાને ધ્યાનમાં રાખતા, ટ્રમ્પે ૨૦૦ કરતા વધુ નવા ટેરિફ લેટર જારી કરવાની શક્યતા વ્યક્ત થઈ છે. યુરોપિયન યુનિયન સાથે ડિલ પર સમજૂતી થવાના સંકેતો અને જાપાન સાથે ૧૫% ટેરિફ તેમજ ૫૫૦ અબજ ડોલરની રોકાણ યોજના સાથે કરાર થવામાં આવ્યો છે. ભારત માટે પણ આ પરિસ્થિતિ ઘણી જ મહત્વની છે. ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રે અટવાયેલી ચર્ચાઓ ફરી આગળ વધી શકે છે. જો ભારત પર ટેરિફમાં રાહત મળે, તો તેના કારણે ભારતીય શેરબજારમાં પોઝીટીવ વલણ જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular