March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeMarket Trendનિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! - ૨૫ ઓગસ્ટ ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! – ૨૫ ઓગસ્ટ ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૮.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૦૦૦ સામે ૮૧૯૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૨૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૩૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૨ સામે ૨૫૦૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૮૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૯૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં આજે સતત છ દિવસની તેજીને બ્રેક લાગી હતી. યુક્રેન – રશીયા યુદ્ધમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ રશિયા રાષ્ટ્રપતિ પુતિન સાથે અલાસ્કામાં મીટિંગ કર્યા બાદ વોશિંગ્ટનમાં મળેલી ટ્રમ્પ – ઝેલેન્સ્કી અને યુરોપના દેશોના નેતાઓની મીટિંગમાં ગમે તે ઘડીએ સીઝફાયર થવાની પ્રબળ શક્યતા વચ્ચે રશિયાએ યુક્રેન પર આ વર્ષનો ત્રીજો સૌથી મોટો હવાઇ હુમલો કરતા જિયોપોલિટિકલ ટેન્શન ફરી વધતા આજે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં અંદાજીત ૬૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વની જુલાઈ મીટિંગની મિનિટસ પરથી સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં આવે તેવી ધારણાં મજબૂત બનતા શુક્રવારે ડોલરની માંગમાં વધારાને કારણે ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે અમેરિકામાં માગમાં વધારો અને યુક્રેન – રશિયા યુદ્ધવિરામને લઈને અનિશ્ચિતતાને પગલે ક્રુડઓઈલના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, હેલ્થકેર અને કેપિટલ ગુડ્સ સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૬ અને વધનારની સંખ્યા ૧૭૬૫ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૭૯%, મારુતિ સુઝુકી ૦.૬૫%, સન ફાર્મા ૦.૨૦%, બીઈએલ ૦.૧૯%, ભારતી એરટેલ ૦.૧૪% અને ટાઈટન કંપની લિ. ૦.૧૦% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ ૨.૪૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૪%, આઈટીસી લિ. ૧.૮૪%, ટાટા સ્ટીલ ૧.૮૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૭૭%, કોટક બેન્ક ૧.૬૮%, અદાણી પોર્ટસ ૧.૫૫%, ટીસીએસ લિ. ૧.૫૩% અને એચડીએફસી બેન્ક ૧.૨૮% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૩.૬૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના અનુમાન મુજબ અમેરિકામાં ભારતની નિકાસની માત્રા દેશના જીડીપીના ૨% જેટલી જ હોવાથી ટ્રમ્પના ટેરિફને કારણે ભારતના આર્થિક વિકાસ પર અસર નહીં પડે કારણ કે ભારત વેપારલક્ષી અર્થતંત્ર નથી અને ભારતનું સોવેરિન રેટિંગ્સ આઉટલુક પણ પોઝિટિવ જળવાઈ રહેશે. આર્થિક વિકાસ મજબૂત હોવાનું જણાવી ગયા વર્ષના મે માસમાં એસએન્ડપીએ ભારતના સોવેરિન રેટિંગને બીબીબી- થી પોઝિટિવ અપગ્રેડ કર્યું હતું. રશિયા પાસેથી ભારતે ક્રુડ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હોવાનું જણાવી અમેરિકાએ ભારત પર કુલ ૫૦% ટેરિફની જાહેરાત કરી છે જેમાંથી ૨૫% સાત ઓગસ્ટથી લાગુ થઈ છે અને બીજી ૨૫% ૨૭ ઓગસ્ટથી લાગુ થનાર છે.

વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૫૦% રહેવા એસએન્ડપીએ અંદાજ મૂકયો છે. ફાર્માસ્યૂટિકલ તથા ઈલેકટ્રોનિકસ જેવા મુખ્ય ક્ષેત્રોને ટેરિફમાંથી બાકાત રખાયા છે. લાંબા ગાળે આ ટેરિફથી ભારતને મોટો ફટકો પડશે તેવું જણાતું નથી અને માટે ભારત પર પોઝિટિવ આઉટલુક જળવાઈ રહ્યું છે. ચીન ઉપરાંત અન્ય દેશની સ્ટ્રેટેજી વેપારગૃહોને છેલ્લા કેટલાક વર્ષથી લાભકારક બની છે અને કંપનીઓ ભારતમાં ઘરેલુ માગને પૂરી કરવા ભારતમાં વેપારગૃહો ઊભા કરી રહી છે. વેપારગૃહો માત્ર અમેરિકામાં નિકાસ કરવા જ ભારતમાં એકમો સ્થાપી નથી રહી પરંતુ ભારતમાં ઘરેલુ માંગ પણ મજબૂત છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular