March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeMarket Trendનિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!! - ૨૩ જુલાઈ ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!! – ૨૩ જુલાઈ ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૭.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૨૦૦ સામે ૮૨૫૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૧૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૭ સામે ૨૫૧૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૦૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ ટૂંક સમયમાં જ થવાની શકયતાના નિવેદન અને ભારત સાથે કેટલા ટેરિફ પર ડિલ થશે એ મામલે સમીક્ષકો પોઝિટીવ અનુમાન મૂકી રહ્યા હોવા છતાં વૈશ્વિક સ્તરે ફરી જીઓપોલિટિકલ ટેન્શન વધતાં અને ચોમાસાની સારી પ્રગતિ છતાં કોર્પોરેટ પરિણામોમાં અનેક પડકારોને લઈ સાધારણથી નબળા પરિણામોની ધારણા વધતાં અને ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી આક્રમક બનતાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંકના પ્રથમ એક શેર દીઠ એક શેર બોનસ આપવાના નિર્ણય અને અપેક્ષાથી સારા પરિણામ તેમજ આઈસીઆઈસીઆઈ બેંકના પણ પોઝિટીવ રિઝલ્ટ આકર્ષણે ગઈકાલના ઉછાળા બાદ આજે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વર્તમાન મહિનાના અંતે મળી રહેલી બેઠકમાં ફેડરલ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો આવવાના અહેવાલે વૈશ્વિક ડોલર ઈન્ડેકસ નબળો પડતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ચીનની ક્રુડઓઈલની આયાત ગત મહિને બે કરતા વધુ વર્ષની ઊંચી સપાટીએ રેહતા આગામી દિવસોમાં ક્રુડઓઈલમાં માંગ વધવાની ધારણાંએ ભાવ મક્કમ રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર કંઝ્યુમર ડિસ્ક્રેશનરી સેક્ટરલ વધ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૩૧ અને વધનારની સંખ્યા ૧૭૯૦ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈટર્નલ ૧૦.૫૬%, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ ૧.૦૮%, બીઈએલ ૦.૭૨%, મારુતિ સુઝીકી ૦.૬૬%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૩% મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૩૯%, બજાજ ફાઈનાન્સ ૦.૩૬% અનેએચડીએફસી બેન્ક ૦.૩૩% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૨.૦૪%, અદાણી પોર્ટ્સ ૧.૯૩%, સ્ટેટ બેન્ક ૧.૧૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૮%, લાર્સન લિ. ૧.૦૭%, આઈટીસી લિ. ૦.૯૬%, ઈન્ફોસિસ ટેકનોલોજી ૦.૯૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૨% અને સન ફાર્મા ૦.૭૪% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૪૪ લાખ કરોડ ઘટીને ૪૫૮.૫૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત ફુગાવાનો દર ચાલુ વર્ષે સરેરાશ ૪% રહેશે તેવો અંદાજ રેટિંગ એજન્સી ક્રિસિલે તેના રિસર્ચ રિપોર્ટમાં આપ્યો છે. ગત વર્ષે સરેરાશ રિટેલ ફુગાવાનો દર ૪.૬% રહ્યો હતો. ક્રિસિલના મતે ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે તેવો અંદાજ છે જેમાં વિપરીત સંજોગોની સ્થિતિમાં ઘટાડાનું જોખમ છે. જો ચોમાસું સારું રહેશે અને રેપો રેટમાં ઘટાડો થશે તો ગ્રોથને સપોર્ટ મળશે. સિસ્ટમમાં લિક્વિડિટીનો સપોર્ટ છે, જે અર્થતંત્રની નાણાકીય પરિસ્થિતિને મદદરૂપ થશે પરંતુ મૂડીપ્રવાહ વોલેટાઈલ રહેવાની સંભાવના છે કારણ કે ડોલર સામે રૂપિયામાં વોલેટિલિટી જોવાઈ રહી છે. બેન્ક ક્રેડિટ ધીમું રહેશે તેવી સંભાવના છે.

મે મહિના સુધીના ઉપલબ્ધ ડેટા સંકેત કરે છે કે બેન્ક ક્રેડિટ ગ્રોથ પ્રથમ ક્વાર્ટરમાં નરમ પડ્યો છે. ફુગાવો નીચો આવશે તેને પગલે મોનિટરી પોલિસી કમિટી ચાલુ નાણાકીય વર્ષમાં વધુ એક વાર રેપો રેટમાં ઘટાડો કરશે તેવી સંભાવના છે. ત્યારબાદ તે રેટ યથાવત્ રાખશે. જોકે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે મૂડીપ્રવાહ અને કરન્સી મૂવમેન્ટમાં વોલેટિલિટી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એમપીસીની જૂન મહિનાની મીટિંગમાં રેપો રેટમાં ૦.૫૦%નો ઘટાડો કરાયો હતો જેને પગલે રેપો રેટ ઘટીને ૫.૫% થયો હતો. ક્રિસિલના અંદાજ અનુસાર ચાલુ વર્ષે જો વધુ એક વાર વ્યાજદરમાં ઘટાડો થાય અને તે ઘટાડો ૦.૨૫નો હોય તો રેપો રેટ ૫.૨૫% થઈ શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular