March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeMarket Trendનિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!! - ૨૨ જુલાઈ ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!! – ૨૨ જુલાઈ ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૭.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૫૭ સામે ૮૧૯૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૫૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૨૦૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૩૨ સામે ૨૪૯૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૨૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી, વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના પ્રારંભમાં મિશ્ર પરિણામો અને ટેરિફ સંદર્ભે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે સારા ચોમાસાને કારણે ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. મે તથા જૂનમાં ભારતીય બજારમાં મજબૂત ઈન્ફલોસ પૂરો પાડયા બાદ જુલાઈમાં વિદેશી રોકાણકારો અત્યારસુધી નેટ વેચવાલ સાથે વિશ્વના મોટાભાગના દેશો પર ટેરિફનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ વિદેશી રોકાણકારો પોતાના ભંડોળ ફાળવણી સાથે ટેરિફને મુદ્દે અનિશ્ચિતતાને પગલે વિદેશી રોકાણકારો પણ સાવચેતી ધરાવી રહ્યા છે, જોકે સ્થાનિક રોકાણકારો બજારને ટેકો આપી રહ્યા છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટયા મથાળેથી ઉંચકાતાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો બન્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં પીછેહટ જોવા મળી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર  એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, હેલ્થકેર, ફોકસ્ડ આઈટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૮ અને વધનારની સંખ્યા ૧૯૫૯ રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઇટર્નલ લિ. ૫.૩૮%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૭૬%, એચડીએફસી બેન્ક ૨.૧૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૫%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૧.૩૭%, કોટક બેન્ક ૧.૧૪%, બજાજ ફિનસર્વ ૧.૦૬%, ટાટા મોટર્સ ૧.૦૫% અને લાર્સેન લિ. ૧.૦૫% વધ્યા હતા, જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૨૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૧%, ટીસીએસ લિ. ૦.૯૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૯૭%, આઈટીસી લિ. ૦.૫૯%, મારુતિ સુઝુકી ૦.૩૬%, ટેક મહિન્દ્રા ૦.૩૧%, એનટીપીસી લિ. ૦.૧૬% અને એશિયન પેઈન્ટ ૦.૧૨% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૫૭ લાખ કરોડ વધીને ૪૫૯.૯૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ટ્રમ્પ હવે યુરોપના દેશોને સંકટમાં મૂકનારા રશીયાને ભીંસમાં લેવાના અંતિમ પ્રયાસમાં યુક્રેન મામલે રશીયાને યુધ્ધ અટકાવવા દબાણમાં લાવવા નાટો સંગઠનનું અંતિમ શસ્ત્ર ઉગામ્યું છે. રશીયા સાથે વેપાર કરનારા દેશોને નાટોએ ઊંચા ટેરિફની ધમકી આપવા માંડીને રશીયાના આર્થિક રીતે ભીંસમાં લાવી દેવાનો દાવ ઉતરવામાં આવતાં રશીયા પાસેથી ઓઈલ ખરીદતાં ભારત સહિતના દેશોને વિચારતા કરી મૂક્યા છે. યુક્રેન સાથે રશીયાના યુધ્ધનો અંત લાવવાના એક તરફ પ્રયાસ સામે ઈઝરાયેલમાં નેત્યાનયાહુ સરકાર અલ્પમતમાં આવી જતાં હવે ઈઝરાયેલે સીરિયા પર હુમલો કરીને વિશ્વની ફરી ચિંતા વધારી છે.

આ એક પછી એક નવા સર્જાઈ રહેલા પરિબળો વચ્ચે હવે ભારત અને અમેરિકા વચ્ચે  ટ્રેડ ડિલની વાટાઘાટ અંતિમ તબક્કામાં થઈ રહ્યા પર ભારતીય બજારો, વિશ્વની નજર છે. ડિલ પર ડિલ કરનારા ટ્રમ્પ અમેરિકાના બોઈંગની મોટી ખરીદી કરો અને ટેરિફમાં રાહત મેળવો એવી આકરી શરતી ડિલની ફરજ પાડી રહ્યા હોઈ ભારત માટે ટ્રેડ ડિલનું માળખું કેવું હશે એ હાલના તબક્કે કળવું મુશ્કેલ છે. જેથી આગામી દિવસોમાં વૈશ્વિક ટ્રેડ ડિલ અને જીઓપોલિટીકલ ટેશનના પરિબળો પર ખાસ નજર રહેશે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular