રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૪૮ સામે
૮૧૭૫૮ પોઈન્ટના મથાળેથી
ખુલીને ૮૧૬૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી
લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૧ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૫ પોઈન્ટના
ઉછાળા સાથે ૮૧૯૦૪ પોઈન્ટ આસપાસ મજબૂતી
સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૦૪ સામે
૨૫૧૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૦૫
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે ટ્રમ્પ હજુ વિશ્વને ટેરિફના નામે નચાવવાનું ચાલુ
રાખીને ભારત પર ૧૦૦% ટેરિફ યુરોપીયન યુનિયન લાદે એવી હાકલ કર્યા સામે યુરોપના
દેશોએ ઈન્કાર કરી દેતાં અને બીજી તરફ યુક્રેન – રશીયા યુદ્ધ, ઈઝરાયેલ – હમાસ યુદ્ધની
સાથેસાથે નેપાળ, ફ્રાંસમાં આંતરવિગ્રહની પરિસ્થિતિને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયેલું
રહ્યા સામે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
વૈશ્વિક અશાંતી વચ્ચે પણ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ
ફરી વહેતો થવાની અપેક્ષાએ ખરીદી વધતી જોવાઈ હતી.
કરન્સી
માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં જાહેર થયેલા
ડેટા પ્રમાણે રિટેલ ફુગાવો અપેક્ષા પ્રમાણે વધીને આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ
દરમાં કપાત આવવાની શકયતા વધતા ડોલરમાં સુધારો આવતા ડોલર સામે રૂપીયાના મૂલ્યમાં
ઘટાડો નોંધાયો હતો, જયારે ઓપેક દ્વારા ક્રુડઓઈલના ઉત્પાદનમાં વધારા વચ્ચે વર્તમાન
વર્ષ તથા આગામી વર્ષ માટે ક્રુડઓઈલની માંગના અંદાજને જાળવી રખાતા ક્રુડઓઈલના ભાવ
પર દબાણ જોવા મળ્યું હતું.
સેક્ટર
મુવમેન્ટ… બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર
ડિસ્ક્રેશનરી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા
તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૨ અને વધનારની સંખ્યા ૨૦૬૧
રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ
સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બીઈએલ ૩.૬૭%, બજાજ ફાઈનાન્સ ૩.૪૧%,બજાજ ફિનસર્વ ૨.૩૮%,
એક્સિસ બેન્ક ૧.૬૪%, મારુતિ સુઝુકી ૧.૫૧%, ટાટા મોટર્સ ૧.૩૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૧૩%,
લાર્સન લિ. ૧.૦૮%, ઈન્ફોસિસ લિ. ૧.૦૬% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૨% વધ્યા હતા, જ્યારે
ઈટર્નલ ૨.૦૧%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૪૩%, ટ્રેન્ટ લિ. ૦.૭૯%, ટાઈટન કંપની લિ. ૦.૬૧%,
ભારતી એરટેલ ૦.૫૧%, એશિયન પેઈ્ટ્સ ૦.૪૫%, આઈટીસી લિ. ૦.૩૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
૦.૧૮% અને એચસીએલ ટેકનોલોજી ૦.૧૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૫૪ લાખ કરોડ વધીને ૪૫૮.૭૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના વિકાસ દર અંગે રેટિંગ એજન્સી ફિચે તાજેતરમાં પોતાના અંદાજમાં વધારો કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને અનુકૂળ નાણાકીય સ્થિતિના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો વૃદ્ધિ દર ૬.૫% પરથી વધારીને ૬.૯% કરવામાં આવ્યો છે. એપ્રિલ – જૂન ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિમાં થયેલો ઝડપી વધારો, જીડીપી વૃદ્ધિમાં નોંધાયેલા સુધારા અને ગ્રાહક ખર્ચમાં મજબૂત વૃદ્ધિ આ પરિવર્તનના મુખ્ય પરિબળો રહ્યા છે. મજબૂત વાસ્તવિક આવક, જીએસટી સુધારા અને સ્થાનિક રોકાણો સાથે દેશની આંતરિક માંગ અર્થતંત્રને સશક્ત બનાવી રહી છે. ફિચના અંદાજ અનુસાર, આવતા ક્વાર્ટરમાં ગ્રાહક ખર્ચમાં વધુ વધારો થવાની શક્યતા છે, જે અર્થતંત્રને આગળ વધારશે.
વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો, ભારતની વૃદ્ધિની ગતિ અન્ય મોટા અર્થતંત્રોની તુલનામાં વધુ મજબૂત જણાઈ રહી છે. અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં મંદીનો દબાવ હોવા છતાં, ભારતીય અર્થતંત્ર સ્થાનિક માંગ અને રોકાણના આધાર પર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જોકે, ફિચે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી વૃદ્ધિનો દર ઘટીને ૬.૩% અને ત્યારબાદ ૨૦૨૭-૨૮માં ૬.૨% થવાની શક્યતા છે, કારણ કે અર્થતંત્ર પોતાની ક્ષમતા કરતા ઉપર ચાલી રહ્યું છે. આથી, વૈશ્વિક વેપાર પ્રવાહો અને આંતરરાષ્ટ્રીય માંગનો દબાવ આવતા વર્ષોમાં દેશની વૃદ્ધિ પર અસર કરી શકે છે, તેમ છતાં હાલની પરિસ્થિતિ ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં મજબુત સ્થાન આપે છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in




