રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૮૫૭ સામે ૭૯૮૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૭૭૨ પોઈન્ટના
નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર
ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ
૮૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૬૦૪
પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૪૧ સામે ૨૪૪૫૫
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૨૭
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશીયાનું ક્રુડ ખરીદવા બદલ પેનલ્ટી સહિતના પગલાં
લઈને દબાણ વધારી રહ્યા હોવા સાથે યુરોપના દેશોનું
પણ વધતું દબાણ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ટ્રમ્પના
દબાણને વશ નહીં થઈ ભારતની એનર્જી સિક્યુરિટીઝ માટે મક્કમ રહેતાં રશીયાના ક્રુડ
ઓઈલની ભારતમાં અવિરત ડિલિવરી ચાલુ રહેતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય
શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
બગડતું
અટકી સુધર્યું હતું. અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિ અપેક્ષાથી ઓછી છતાં ટ્રમ્પ
સરકાર માટે પણ તેમની ટરિફ નીતિઓને લઈ આક્રમક વલણ છોડવું પડે એવી શકયતાએ લોકલ
ફંડોની શેરોમાં મોટી ખરીદી સાથે ફોરેનના ફંડો ઘટાડે લેવાલ રહેતા સેન્ટીમેન્ટ તેજી
તરફી રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક
સ્તરે અમેરિકન ડોલરમાં નબળાઈ આવતા સોમવારે
ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે રશિયા તથા અમેરિકાના
પ્રમખો પુતિન તથા ટ્રમ્પની આવતા સપ્તાહે બેઠક મળી રહી હોવાના અહેવાલ બાદ સપ્તાહ
અંતે ક્રુડઓઈલના ભાવ સ્થિર રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો
જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા
હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૦ અને વધનારની સંખ્યા ૨૨૩૭
રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ
સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૩.૨૪%, ઈટર્નલ લિ. ૨.૮૪%, ટ્રેન્ટ લિ. ૨.૪૯%,
સ્ટેટ બેન્ક ૨.૪૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૫%, લાર્સન લિ. ૧.૭૦%, સન ફાર્મા ૩.૨૪%,
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૮%, કોટક બેન્ક ૧.૩૩%, એક્સિસ બેન્ક ૧.૨૭%, અદાણી પોર્ટ્સ૧.૨૫%
અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૧% વધ્યા હતા, જ્યારે બીઈએલ ૦.૨૦%, ભારતી એરટેલ ૦.૦૯%
અને મારુતિ ૦.૦૨% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું
એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૩૯ લાખ કરોડ વધીને ૪૪૪.૦૨ લાખ કરોડ રહ્યું હતું.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૭ કંપનીઓ વધી અને ૩ કંપનીઓ ઘટી હતી.
બજારની
ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા
દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫% ટેરિફ લગાવવાની જાહેરાત બાદ નિકાસલક્ષી
ઉદ્યોગોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને ગારમેન્ટ્સ, ઓટો કમ્પોનેન્ટ્સ, જેમ્સ
એન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ઉદ્યોગો, જે અમેરિકામાં વિશાળ નિકાસ બજાર ધરાવે છે, તેઓ
પર સીધી અસર થવાની શક્યતા છે. માઇક્રો અને મીડિયમ એપરલ યુનિટ્સ માટે આટલો ઊંચો
ટેરિફ અસહ્ય સાબિત થઈ શકે છે. વર્ષ ૨૦૨૪માં ભારતમાંથી કુલ ગારમેન્ટ નિકાસમાંથી ૩૩%
નિકાસ અમેરિકામાં થઈ હતી, જેના કારણે આ નિર્ણય ગારમેન્ટ ઉદ્યોગ માટે મોટો ઝટકો બની
શકે છે. ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગ માટે પણ અમેરિકા એક મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે.
નાણાકીય
વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતમાંથી કુલ ૨૨.૯૦ અબજ ડોલરની ઓટો કમ્પોનેન્ટ નિકાસ થઈ, જેમાંથી
૨૭% અમેરિકામાં ગઈ હતી. વધેલા ટેરિફના કારણે ટૂંકા ગાળે પડકારો ઊભા થશે, જેથી
સ્પર્ધાત્મકતા જાળવવા અને નવી બજારો શોધવા પર ભાર મૂકવો પડશે. શેરબજારની દ્રષ્ટિએ,
આ જાહેરાત બાદ ટૂંકાગાળે દબાણ જોવા મળી શકે છે. આઈટી, ફાર્મા, ટેક્સટાઇલ અને
કેટલાક મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ્સમાં રોકાણકારો સાવચેત વલણ અપનાવી શકે છે, જ્યારે
વિદેશી રોકાણકારો તરફથી વેચવાલી વધવાની સંભાવના છે. તેમ છતાં, સ્થાનિક રોકાણકારોની
મજબૂત હાજરી અને લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાને કારણે મોટા ઘટાડાની
શક્યતા ઓછી છે. જો આવનારા દિવસોમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યાપાર કરાર થાય અને ટેરિફ
મુદ્દે રાહત મળે, તો બજારમાં ઝડપથી રિકવરી આવી શકે છે.
ડિસ્ક્લેમર
/ પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in




