March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeMarket Trendનિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! - ૧૧ ઓગસ્ટ ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! – ૧૧ ઓગસ્ટ ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૮.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૨૩ સામે ૮૦૪૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૮૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૭૩ સામે ૨૪૬૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૪૧૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મામલે બેવડા ધોરણો અને ભારત પર ટેરિફ વધારીને ૫૦% કરવાનું જાહેર કરતાં વિશ્વભરમાં તેના આકરાં પ્રત્યાઘાત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ખેડૂતો સહિત પ્રજા હિતને જ પ્રાથમિકતા આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતાં અને બીજી તરફ અમેરિકા અને રશીયા વચ્ચે મહત્વની મીટિંગ બાદ રશીયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું નિરાકરણ આવવાની અપેક્ષા છતાં આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

રશિયા પાસેથી ક્રૂડની આયાત બદલ અનેક પ્રતિબંધો લાદવાની ધમકી સાથે ટ્રમ્પે અગાઉ ૧ ઓગસ્ટના રોજ ભારત પર ૨૫% ટેરિફ લાદ્યા બાદ વધુ ૨૫% ટેરિફ લાગુ કરવાની જાહેરાતના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના ૯૦ કરતા વધુ દેશોના ગુડ્સ પર ૭ ઓગસ્ટથી ટેરિફ લાગુ કરાતા વિશ્વ વેપારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાને પગલે ડોલર ઈન્ડેકસ નબળો પડતા રૂપિયાના મૂલ્યમાં વધારો થયો હતો, જયારે અમેરિકામાં સ્ટોક ઘટીને આવતા ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો અટકી સ્થિરતા જોવા મળી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કેપિટલ ગુડ્સ, કોમોડીટીઝ, ટેક, ઓટો અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરલ નોંધપાત્ર ઘટ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૦૬ અને વધનારની સંખ્યા ૧૫૨૩ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એનટીપીસી ૧.૩૯%, ટાઈટન કંપની લિ. ૧.૩૩%, બજાજ ફિનસર્વ ૦.૨૮%, ટ્રેન્ટ લિ. ૦.૨૪% અને આઈટીસી ૦.૧૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ભારતી એરટેલ ૩.૪૧%, ટાટા મોટર્સ ૨.૧૯%, કોટક બેન્ક ૨.૦૮%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૦૧%, એકસિસ બેન્ક ૧.૮૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૬૫%, અદાણી પોર્ટ્સ ૧.૬૦%, એશિયન પેઈન્ટ્સ ૧.૨૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૮%, એચડીએફસી બેન્ક ૧.૧૨%, ટાટા સ્ટીલ ૧.૦૬% અને ઈન્ફોસિસ ૦.૯૭% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૫૮ લાખ કરોડ ઘટીને ૪૪૦.૫૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાઈ નહીં ત્યાં સુધી કોઈ વેપાર ચર્ચા નહીં થાય. તેમનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકાની વેપાર વાટાઘાટોની ટીમ ટૂંક સમયમાં ભારત આવવાની છે. આ સ્પષ્ટ સંકેત છે કે અમેરિકા ભારત પર દરેક રીતે દબાણ વધારવા માંગે છે, જેથી ભારત અમેરિકાની શરતો સ્વીકારી લે. ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત અમેરિકાના કૃષિ અને ડેરી ઉત્પાદનો પર લાગતા ઊંચા ટેરિફ ઘટાડે, જેથી આ ઉત્પાદનો ભારતના વિશાળ બજારમાં પ્રવેશ મેળવી શકે. પરંતુ ભારત આ ક્ષેત્રોને વ્યૂહાત્મક રીતે સંરક્ષિત રાખવા માગે છે. ઉપરાંત, ભારત રશિયાથી ક્રુડઓઈલ આયાત ઘટાડે અને તેના બદલે અમેરિકાથી વધુ ક્રુડઓઈલ ખરીદે, જ્યારે હાલમાં ભારતને રશિયાથી સસ્તું ક્રુડઓઈલ મળી રહ્યું છે.

ટ્રમ્પનો કડક અભિગમ માત્ર વેપાર સુધી મર્યાદિત નથી. વિશ્વભરમાં યુએસ ડૉલર પરની નિર્ભરતા ઘટતી જવાની પ્રવૃત્તિ પણ તેમની ચિંતાનું કારણ છે. ૧૯૪૪થી યુએસ ડૉલર વૈશ્વિક વેપાર માટે મુખ્ય ચલણ રહ્યું છે અને અંદાજે ૯૦% આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ ડૉલરમાં થાય છે. પરંતુ બ્રિક્સ દેશો ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા પગલાં લઈ રહ્યા છે. બ્રિક્સ દેશો મળીને વિશ્વ અર્થતંત્રમાં ૩૫% યોગદાન આપે છે. જો આ દેશો ડૉલરનો વિરોધ કરશે, તો અમેરિકા તેની મહાસત્તા તરીકેની પદવી અને ડૉલરની વૈશ્વિક ચલણ તરીકેની સ્થિતિ ગુમાવી શકે છે – જે ટ્રમ્પ માટે મોટું રાજકીય અને આર્થિક પડકારરૂપ સાબિત થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular