March 17, 2026

+91 99390 80808

March 17, 2026

 | +91 99390 80808

HomeMarket Trendનિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! - ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! – ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૬૭ સામે ૮૧૪૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૧૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૧૩ સામે ૨૪૯૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૨૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
જીએસટી કાઉન્સિલની મીટિંગમાં જીએસટી માળખાના સરળીકરણ, સ્લેબમાં ઘટાડા અને જીએસટી દરોમાં પણ મોટી રાહતની અસરે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ચોમાસું દેશભરમાં સફળ રહેતાં અને મેક ઈન ઈન્ડિયાને ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન આપી અનેક રાહતો – પ્રોત્સાહનો આગામી દિવસોમાં ઉદ્યોગો માટે જાહેર થવાની અપેક્ષા અને ચાઈના, રશિયા સાથે ભારતના મજબૂત બનતાં સંબંધો સામે અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ તુમાખીને ભારત – રશિયા – ચાઈનાની ત્રિપુટીએ વિચારતા કરી દેતાં ઈન્ડિયા પોઝિટીવને લઈ સેન્ટીમેન્ટ ઝડપી સુધરતું જોવાયું હતું.
ભારત સરકાર શરણાગતિને બદલે અમેરિકા જેવા દેશોને મજબૂત ટક્કર આપવાના કરેલા નિર્ધાર અને નેશન ફર્સ્ટ – ખેડૂતો, પશુપાલકો, સ્વદેશી, મેક ઈન ઈન્ડિયા માટે દેશવાસીઓને હાકલ કરી ભારતની ઔદ્યોગિક – ટ્રેડ નીતિને નવો ઓપ આપી રહી છે, જે આવકાર્ય અને સરાહનીય પહેલ છે. હાલ તુરત અમેરિકાના ૫૦% ટેરિફ અને અનિશ્ચિતતાને લઈ કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી નબળી પડવાના અંદાજોએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત ભારતીય શેરબજારમાંથી ઉચાળા ભરી રહ્યા છે. પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના આંકડા જોતાં અત્યારે અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં પણ લોકલ ફંડો સારા શેરો ઘટાડે ખરીદવાની તક ઝડપી રહ્યા છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે સતત અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા રોકાણકારોના વધી રહેલા વિશ્વાસ વચ્ચે ડોલર ઈન્ડેક્સની રેન્જબાઉન્ડ સ્થિતિએ ગુરુવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે ઓપેક તથા સભ્ય દેશોની રવિવારે મળનારી બેઠકમાં ક્રુડઓઈલના ઉત્પાદનમાં વધુ વધારો કરવા પર ઓપેક ભાર આપી રહ્યુ હોવાના અહેવાલે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો જોવાયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૫ અને વધનારની સંખ્યા ૧૮૦૯ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૫.૯૬%, બજાજ ફાઈનાન્સ ૪.૨૮%, બજાજ ફિનસર્વ ૧.૯૮%, ટ્રેન્ટ ૧.૩૫%, આઈટીસી લી. ૧.૦૬% અને એચડીએફસી બેન્ક ૦.૭૮% વધ્યા હતા, જ્યારે મારુતિ સુઝુકી ૧.૭૮%, બીઈએલ ૧.૬૧%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૭%, એનટીપીસી ૧.૨૪%, પાવગ ગ્રીડ કોર્પોરેશન ૧.૧૯%, ઈન્ફોસિસ લી. ૧.૦૮% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૦% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૪૮ લાખ કરોડ ઘટીને ૪૫૧.૨૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્રના ઉત્પાદન અને સેવા ક્ષેત્ર બંનેમાં જોવા મળેલા મજબૂત આંકડાઓ શેરબજાર માટે સકારાત્મક સંકેત આપે છે. ઓગસ્ટમાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૬૨.૯૦ સુધી પહોંચીને ૧૫ વર્ષની ટોચે રહ્યો છે, જ્યારે ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ ૧૭ વર્ષની ઊંચાઈએ રહ્યો હતો. આ દર્શાવે છે કે સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ મજબૂત છે, જેના કારણે કંપનીઓના આવક અને નફાકારકતામાં વધારો થવાની શક્યતા છે. નિકાસ ઓર્ડરોમાં ૧૪ મહિનાની ટોચે પહોંચેલો વધારો વિદેશી બજારોમાંથી મજબૂત સમર્થનનું સંકેત આપે છે. આવું મેક્રો ડેટા રોકાણકારોના મનોબળને મજબૂત બનાવે છે, જેના પરિણામે બજારમાં તેજી જાળવાય તેવી સંભાવના છે.
બીજી તરફ, અમેરિકાના ટેરિફના પગલે સપ્ટેમ્બર ત્રિમાસિક વિકાસ દર પર દબાણ રહેવાની ધારણા હોવા છતાં, તાજેતરના પીએમઆઈ આંકડા એ ચિંતાઓને નબળા પાડે છે. માંગમાં સતત વધારો, નવા બિઝનેસ ઓર્ડરોની તેજી અને સેવા ક્ષેત્રની વૃદ્ધિ ભારતીય શેરબજારમાં મધ્યમ ગાળે મજબૂતાઈ જાળવવામાં મદદરૂપ બની શકે છે. આમ, આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળેલી વૃદ્ધિ ભારતીય શેરબજાર માટે નજીકના ભવિષ્યમાં તેજી તરફી દિશા દર્શાવે છે.
                 ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular