રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૯૯ સામે ૮૦૭૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૦૦ પોઈન્ટના
નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર
ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ
૫૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૧૮
પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૨૭ સામે ૨૪૬૩૦
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૯૩
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી વિશ્વ પર ટેરિફ આતંકે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી
સર્જાવાનું જોખમ ઊભું થતાં અને અમેરિકા વિરૂધ્ધ વિશ્વના અનેક દેશો વેપાર યુદ્વનો
નવો દોર શરૂ થવાના એંધાણે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો
હતો, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા
ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકા
હવે પોતાની મનમાની સાથે ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યું હોઈ અને પડોશી દેશો સાથે
ઘર્ષણની સ્થિતિ ઊભી થાય એવા પગલાં લેવા માંડયું હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શન પણ
ઊભું થવાના જોખમે અને ટેરિફને લઈ દેશના વિવિધ ઉદ્યોગોમાં નિકાસ વ્યવહારો ઠપ્પ થવા
લાગ્યાનું અને કોર્પોરેટ પરિણામો પણ એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોઈ નવા
કમિટમેન્ટથી રોકાણકારો પણ સાવચેત થવા લાગ્યા હતા, જો કે ભારત પર ૨૫% અમેરિકી
ટેરિફનો અમલ સાત દિવસ સુધી મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલોએ આજે ભારતીય
શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, એફઆઈઆઈની
સતત વેચવાલી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશ પર ૨૫% ટેરિફની જાહેરાત
બાદ સપ્તાહમાં અસ્થિરતા બાદ સોમવારે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને એશિયન ચલણોમાં
વધારાને પરિણામે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત થયો હતો, જયારે સપ્ટેમ્બર માસમાં
ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવા માટે સંમતિ મળતાં ક્રુડઓઇલના ભાવ ઘટીને રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી અને બેન્કેકસ સેક્ટરમાં ઘટાડો જોવા
માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૭ અને વધનારની સંખ્યા ૨૨૮૬
રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ
સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૪.૩૧%, બીઈએલ ૩.૫૫%, અદાણી પોર્ટ્સ ૩.૨૪%, ટેક
મહિન્દ્ર ૨.૫૩%, ટીસીએસ લિ. ૨.૩૯%, ભારતી એરટેલ ૧.૫૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૪૭%, ટ્રેન્ટ
લિ. ૧.૨૯% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૬% વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ ૧.૧૦%, એચડીએફસી
બેન્ક ૦.૯૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૬૦% અને હિંદુસ્તાન યુનિલિવર ૦.૨૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું
એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૩૦ લાખ કરોડ વધીને ૪૪૮.૮૨ લાખ કરોડ રહ્યું હતું.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૬ કંપનીઓ વધી અને ૪ કંપનીઓ ઘટી હતી.
બજારની
ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫%
ટેરિફ લાગુ કરવાના નિર્ણય અને રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી ધીમી પડવાની શકયતા
જ્યારે બીજી બાજુ દેશમાં ચોમાસાની સારી સ્થિતિને ધ્યાનમાં રાખી સોમવારથી અહીં શરૂ
થઈ રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની બેઠકમાં રેપો રેટના
નિર્ણય સંદર્ભમાં મિશ્ર મત વ્યકત થઈ રહ્યા છે. એક વર્ગ રેપો રેટ જળવાઈ રહેવાની
ધારણાં રાખે છે જ્યારે બીજા કેટલાક તેમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવશે તેમ માની
રહ્યો છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં ફુગાવો ફરી વધી ૪.૫૦% પર આવી જવાની શકયતાને ધ્યાનમાં
રાખતા એમપીસી હાલમાં રેપો રેટ જાળવી રાખશે તેવી સંભાવના વધુ છે.
નાણાં વર્ષ
૨૦૨૭માં ફુગાવો ૪%ની નજીક જળવાઈ રહેવાની જ્યાંસુધી ખાતરી ન થાય ત્યાંસુધી રેપો
રેટમાં કોઈ ઘટાડો ન થાય તે જ યોગ્ય ગણાશે જો કે વર્તમાન કેલેન્ડર વર્ષના પાછલા છ
મહિનામાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટથી નીચે રહેવાના અંદાજને
ધ્યાનમાં રાખતા રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવવાની ઈક્રાના સુત્રોએ
ધારણાં મૂકી હતી. એમપીસીની મીટિંગ જે અગાઉ ૫થી ૭ ઓગસ્ટ મળનારી હતી તે હવે ૪થી ૬ ઓગસ્ટના
યોજાઈ રહી છે. હાલમાં દેશભરમાં ચોમાસાની સ્થિતિ સાનુકૂળ જોવાઈ રહી છે અને ખરીફ
પાકની વાવણી પણ પ્રગતિના પંથે છે ત્યારે ખાધ્ય પદાર્થોનો ફુગાવો નીચો રહેવાની
અપેક્ષા છે. જો કે ખરીફ પાકના અંદાજ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.
ડિસ્ક્લેમર
/ પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in




