May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews HeadlinesSIP રોકાણમાં AUM વધીને રૂ.૧૩.૯ લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ...!!

SIP રોકાણમાં AUM વધીને રૂ.૧૩.૯ લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ…!!

સિપ સાથે જોડાયેલ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રની સંપત્તિ એટલે કે એયુએમ એપ્રિલમાં રૂ.૧૩.૯ લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી છે. જોકે, સક્રિય ખાતાઓની સંખ્યામાં ઉચ્ચ સ્તરથી ૧૪%નો ઘટાડો નોંધાયો હતો. સિપ સાથે જોડાયેલ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રની સંપત્તિનો અગાઉનો રેકોર્ડ ૧૩.૮ લાખ કરોડનો હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૪માં સ્થાપિત થયો હતો. આ પછી, એસેટ્સ અંડર મેનેજમેન્ટ સતત પાંચ મહિના ઘટતું રહ્યું અને ફેબ્રુઆરી ૨૦૨૫માં, આ આંકડો રૂ.૧૨.૪ લાખ કરોડ થઈ ગયો હતો. ફંડ ઉદ્યોગના સૂત્રોના મતે, ઘટાડાનું મુખ્ય કારણ ઇક્વિટી ફંડ્સને થયેલ માર્ક-ટુ-માર્કેટ નુકસાન હતુ. લગભગ ૮૦% સિપ રોકાણ સક્રિય ઇક્વિટી યોજનાઓમાં જાય છે.

સપ્ટેમ્બર ૨૦૨૪ ના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલ બજાર કરેક્શન પાંચ મહિના સુધી ચાલ્યું હતું. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી ૫૦માં દર મહિને ઘટાડો નોંધાયો હતો. પછી માર્ચ અને એપ્રિલમાં તે પાછો ઉછળ્યો હતો. જોકે, આ કરેક્શને રોકાણોને મર્યાદિત કર્યા હતા. પરંતુ જાન્યુઆરી અને એપ્રિલ ૨૦૨૫ વચ્ચે ૧.૪ કરોડ નેટ એકાઉન્ટ બંધ થયા હોવા છતાં સિપ ક્ષેત્રમાં રોકાણો મજબૂત રહ્યા હતા. ડેટા દર્શાવે છે કે સક્રિય સિપ ખાતાઓમાં ૧૪%ના ઘટાડા છતાં, ફાળો આપનારા ખાતાઓની સંખ્યા એપ્રિલમાં ૮.૩૮ કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચી ગઈ. માસિક યોગદાન પણ રેકોર્ડ રૂ.૨૬,૬૩૨ કરોડ પર પહોંચી ગયું હતું.

Most Popular