March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasભારતની ટોચની ૨૦૦ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સાનું વેચાણ...!!

ભારતની ટોચની ૨૦૦ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સાનું વેચાણ…!!

શેરોના ઊંચા મૂલ્યાંકનોનો લાભ લઈ નાણાં વર્ષ ૨૦૨૧થી ભારતની ટોચની ૨૦૦ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોએ પોતાની કંપનીઓમાં પોતાના ઈક્વિટી હોલ્ડિંગમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. પ્રમોટરો દ્વારા હોલ્ડિંગમાં ઘટાડાથી કંપનીઓમાં શેરહોલ્ડિંગની પેટર્નમાં પણ બદલાવ આવી જોવા મળી રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૧માં ટોચની ૨૦૦ ખાનગી લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટરોનું એકંદર હોલ્ડિંગ જે ૪૩% હતું તે નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે ઘટી ૩૭% પર આવી ગયાનું રિપોર્ટમાં જણાવાયું છે.

મોટા બ્લોક ડીલ્સ મારફત ફન્ડ હાઉસો કંપનીઓમાં પોતાના ઈક્વિટી હોલ્ડિંગ વધારવાનો વ્યૂહ ધરાવી રહી છે જે ફન્ડોના હોલ્ડિંગમાં થયેલા વધારા પરથી કહી શકાય એમ છે. નાણાં વર્ષ ૨૦૨૧થી નાણાં વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફન્ડોનું સદર ૨૦૦ કંપનીઓમાં હોલ્ડિંગ ૩.૬૦% વધી ૧૦.૯૦% પહોંચી ગયું છે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)નું હોલ્ડિંગ ૪.૨૦% ઘટી ૨૪.૪૦% પર આવી ગયું છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી જોવા મળી રહી છે જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોના રોકાણમાં વધારો થઈ રહ્યો છે.

પ્રમોટરો દ્વારા જંગી માત્રામાં વેચાણ તેઓ ઊંચા મૂલ્યાંકનનો લાભ લઈ રહ્યાના સંકેત આપે છે. જ્યારે બીજી બાજુ દેશના ફન્ડ હાઉસોની ઈક્વિટી સ્કીમ્સમાં નોધપાત્ર ઈન્ફલોસને ધ્યાનમાં રાખી ફન્ડોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૩.૫૦ ટ્રિલિયનની નેટ ખરીદી કરી છે જ્યારે વિદેશી રોકાણકારોની રૂપિયા ૮૨૦૦૦ કરોડની નેટ વેચવાલી રહી છે. દેવાની ભરપાઈ કરવા અથવા મૂડી ખર્ચ હાથ ધરવા પ્રમોટરો દ્વારા હિસ્સામાં ઘટાડો કરાતો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :-https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular