May 24, 2026

+91 99390 80808

May 24, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesટ્રેડિંગ ગુરુ અવધૂત સાઠેની એકેડમી પર સેબી દ્વારા તપાસ...!!

ટ્રેડિંગ ગુરુ અવધૂત સાઠેની એકેડમી પર સેબી દ્વારા તપાસ…!!

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી)એ ફિનફ્લુએન્સર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતાં ૨૦ ઑગસ્ટે મહારાષ્ટ્રના કરજત ખાતે ટ્રેડિંગ ગુરુ તરીકે ઓળખાતા અવધૂત સાઠેની કેડમી પર તપાસ કરવામાં આવી હતી. આ સર્ચ અને સીઝર (તલાશી અને જપ્તી) ઓપરેશન સતત બે દિવસ ચાલ્યું હોવાની માહિતી મળી છે.

સેબીના ડેપ્યુટી જનરલ મેનેજરના નેતૃત્વ હેઠળની ટીમ વહેલી સવારે જ સાતેના નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સાતે ઘણા મહિનાથી સેબીની નજર હેઠળ હતા અને આ કાર્યવાહી માટે લાંબા સમયથી સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી.

બે દિવસીય ઓપરેશન દરમિયાન સેબીએ ટ્રેડિંગ ડેટા અને ડિજિટલ સાધનો જપ્ત કર્યા છે, જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કાર્યવાહી પહેલાં કોર્ટની મંજૂરી મેળવવા સાથે જ સ્થળની રેકી અને સાતેની હિલચાલની મોનીટરીંગ પણ કરવામાં આવી હતી. અવધૂત સાઠે કરજત ટ્રેડિંગ અકાદમી ચલાવે છે અને રિટેલ ઈન્વેસ્ટર્સ વચ્ચે લોકપ્રિય છે. તેમના યુટ્યુબ ચેનલના અંદાજીત ૯.૩૬ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે.

ફિક્કીના એક કાર્યક્રમમાં સેબીના વ્હોલ – ટાઇમ મેમ્બર કમલેશ ચંદ્ર વાર્ષ્ણેયએ આ દરોડાની પુષ્ટિ કરતાં કહ્યું કે ઉદ્યોગના એક મોટા નામ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.” તેમણે સીધું નામ લીધું ન હોવા છતાં સંકેત સ્પષ્ટ હતો કે કાર્યવાહી સાઠે સામે જ થઈ છે. વાર્ષ્ણેયએ કહ્યું કે આ પગલાનો હેતુ એવો સંદેશ આપવાનો છે કે હવે રોકાણકારોને ગેરમાર્ગે દોરનારા ઇન્ફ્લુએન્સર્સ સામે સખત વલણ અપનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેટલીક ટ્રેડિંગ કેડમી ઓપરેટર્સ સાથે સાંઠગાંઠ કરીને પેની સ્ટોક્સને પ્રોત્સાહન આપતી હતી. ક્લાસરૂમમાં ચાર્ટ પેટર્ન અથવા સ્ટ્રેટેજીના ઉદાહરણ તરીકે આવા સ્ટોક્સના નામ લેવાતા હતા, જેના કારણે કૃત્રિમ રીતે તેમના ભાવમાં વધારો થતો હતો.

વાર્ષ્ણેયએ સ્પષ્ટ કહ્યું કે શિક્ષણના નામે રોકાણકારોને ખોટા વાયદા આપી શકાય નહીં. ક્લાસરૂમમાં કોલ આપવી, ખાતરીભર્યા નફાનો દાવો કરવો અથવા લાઇવ ડેટા દ્વારા ટ્રેડિંગ કરાવવું નિયમ વિરુદ્ધ છે. આવી પ્રવૃત્તિ માટે સેબી સાથે નોંધણી ફરજિયાત છે.

કરજતનું આ ઓપરેશન સેબીના ફિનફ્લુએન્સર્સ સામેના ચાલુ ક્રેકડાઉનનો જ એક ભાગ છે. છેલ્લા કેટલાક મહિનાથી નિયમક સંસ્થા સોશિયલ મીડિયા પર્સનાલિટીઝ અને લાઇસન્સ વિના કામ કરતા માર્કેટ એજ્યુકેટર્સ પર ખાસ નજર રાખી રહી છે, જે ઝડપી નફાના સપના બતાવી રોકાણકારોને આકર્ષે છે.

દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular