May 24, 2026

+91 99390 80808

May 24, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesભારત પર ટેરિફ પછી રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું...!!

ભારત પર ટેરિફ પછી રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું…!!

અમેરિકાએ ભારતના માલસામાન પર ટેરિફ ૫૦% વધાર્યા બાદ ભારત માટે રશિયાનું ક્રુડ તેલ વધુ સસ્તુ બન્યું છે. રિપોર્ટ મુજબ, જુલાઈમાં બ્રેન્ટ ક્રુડની તુલનામાં રશિયાનું ક્રુડ ફક્ત ૧ ડોલર સસ્તું મળતું હતું, પરંતુ હવે આ તફાવત વધી ૩થી ૪ ડોલર સુધી પહોંચી ગયો છે. ઓગસ્ટમાં આ ડિસ્કાઉન્ટ ૨.૫૦ ડોલર હતો, જ્યારે સપ્ટેમ્બર અંત તથા ઓક્ટોબર ડિલિવરી માટેના ભાવમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી બાજુ અમેરિકાનું ક્રુડ ઓઈલ બ્રેન્ટ કરતા ૩ ડોલરના પ્રીમિયમે ઓફર કરવામાં આવી રહ્યું છે.
ભારત વિશ્વનો ત્રીજો મોટો ક્રુડ તેલ આયાતકાર દેશ છે. ૨૦૨૨ પહેલા ભારતની રશિયા પરથી ક્રુડ આયાત એક ટકાથી પણ ઓછી હતી, પરંતુ હવે તે વધીને ૪૦ ટકા સુધી પહોંચી ગઈ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતની સરેરાશ દૈનિક ૫૪ લાખ બેરલ્સ આયાતમાં ૩૬ ટકા હિસ્સો રશિયાનો રહ્યો, જે ઈરાક, યુએઈ, અમેરિકા અને સાઉદી અરેબિયાથી મળતા પુરવઠા કરતાં વધારે છે. ભારતનો દાવો છે કે રશિયા પર એવા કોઈ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ નથી જે તેના ક્રુડની ખરીદી સામે અવરોધ ઉભો કરે. હાલ રશિયાનું ક્રુડ વધુ સસ્તુ થવાથી ભારત તેની ખરીદીમાં વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે.

Most Popular