નાણાકીય
વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેંકોના ચોખ્ખા નફામાં ૧૦.૬%નો
ઉછાળો નોંધાયો છે. ટ્રેઝરી ગેઇન,ફી અને કમિશનમાં વધારો, વસૂલાતમાં સુધારો તથા બેડ લોન
માટેની જોગવાઈમાં ઘટાડો નફાકારકતા વધારવાનો મુખ્ય કારણ બન્યો છે. BS રિસર્ચ બ્યુરોના આંકડા મુજબ, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ૧૨લિસ્ટેડ પીએસયુબેંકોનો ચોખ્ખો નફો રૂ.૪૪૨૧૮ કરોડ રહ્યો, જે એક વર્ષ પહેલા રૂ.૩૯૯૭૪ કરોડ હતો. જોકે, નાણાકીય વર્ષ
૨૦૨૫ના ચોથા ક્વાર્ટરના રૂ.૪૮૩૭૦ કરોડની સરખામણીએ ૮.૬%નો ઘટાડો થયો છે.
પ્રથમ
ક્વાર્ટરમાં NII રૂ.૧.૦૬ લાખ
કરોડ રહી, જે વાર્ષિક ધોરણે ૦.૨% પર સ્થિર છે, પરંતુ ત્રિમાસિક ધોરણે ૩.૨% ઘટી છે.
બેંકરોના મતે પોલિસી રેટમાં ઘટાડો અને ખાસ કરીને રિટેલ લોનમાં લાભ ગ્રાહકોને
આપવાના કારણે NII પર દબાણ આવ્યું
છે. આરબીઆઈના આંકડા મુજબ પીએસયુ બેંકોની સરેરાશ ધિરાણ દર જૂન ૨૦૨૪ના ૯.૨૧%થી ઘટીને
જૂન ૨૨૫માં ૮.૭૬% થયો છે. પીએસયુબેંકોની અન્ય આવક વાર્ષિક ધોરણે ૪૨.૪%વધી રૂ.૪૮૯૯૬ કરોડ
થઈ છે, જોકે માર્ચ ૨૦૨૫ના ક્વાર્ટરની સરખામણીએ ૧૫.૮% ઓછી છે.