May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesજૂન ૨૦૨૫માં યુપીઆઈથી ૧૮.૩૯ અબજ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.૨૪.૦૩ લાખ કરોડની ચૂકવણી...!!

જૂન ૨૦૨૫માં યુપીઆઈથી ૧૮.૩૯ અબજ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.૨૪.૦૩ લાખ કરોડની ચૂકવણી…!!

યુપીઆઈ દ્વારા મલ્ટીપલ બેન્ક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી ગણતરીની સેકન્ડમાં પેમેન્ટ થઈ રહ્યા છે. આજે ભારતમાં દરમહિને ૧૮ અબજથી વધુ ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જૂન ૨૦૨૫માં યુપીઆઈએ ૧૮.૩૯ અબજના ટ્રાન્ઝેક્શન દ્વારા ૨૪.૦૩ લાખ કરોડ રૂપિયાની ચૂકવણી થઈ છે. ગયા વર્ષે જૂનમાં આ આંકડો ૧૩.૮૮ અબજ ટ્રાન્ઝેક્શન થયા હતાં. જે છેલ્લા એક વર્ષમાં લગભગ ૩૨%નો વધારો દર્શાવે છે.
ભારત ઝડપી ડિજિટલ ચુકવણીના સંદર્ભમાં હવે વિશ્વમાં અગ્રણી બન્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના નવા અહેવાલ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ : ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટીઅનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા ૨૦૧૬માં લોન્ચ UPI આજે ભારતમાં નાણાકીય વ્યવહાર કરવામાં સૌથી ઝડપી, સરળ અને સૌથી વિશ્વસનીય માર્ગ બન્યું છે. 
આજે દેશભરમાં ૪૯.૧ કરોડ લોકો ૬૫ લાખ વેપારીઓ UPI સાથે જોડાયેલા છે. ૬૭૫ બેન્કો UPI સેવા પૂરી પાડે છે. જેથી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેન્કમાંથી કોઈપણ ખાતામાં ઝડપથી ઓનલાઈન ચૂકવણી કરી શકે છે. જેમાં બેન્ક ખાતું ચેક કરવાની જરૂર પડતી નથી. ભારતમાં તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી ૮૫% ટ્રાન્ઝેક્શન યુપીઆઈ મારફત થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ૫૦% રિઅલ-ટાઈમ ડિજિટલ પેમેન્ટ ફક્ત ભારતના યુપીઆઈ દ્વારા થાય છે.
યુપીઆઈ હવે ભારત પૂરતું મર્યાદિત નથી. આ સેવા સાત દેશોમાં શરૂ થઈ છે. જેમાં UPI, સિંગાપોર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ અને મોરેશિયસ સામેલ છે. ફ્રાન્સમાં પણ UPI સેવા શરૂ કરવી એ ભારત માટે એક મોટું પગલું છે, કારણ કે તે યુરોપમાં UPIની પહેલી એન્ટ્રી છે. હવે ત્યાં રહેતા ભારતીયો કોઈપણ વિદેશી ટ્રાન્ઝેક્શનની ઝંઝટમાં પડ્યા વિના સરળતાથી ચુકવણી કરી શકે છે. પીઆઈબી અનુસાર, ભારત ઇચ્છે છે કે UPI ને BRICS દેશોની એક સામાન્ય ડિજિટલ ચુકવણી પ્રણાલી બનાવવામાં આવે. જો આવું થાય, તો તે વિદેશથી પૈસા મોકલવાનું સરળ બનાવશે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે અને ભારતના ડિજિટલ નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.
દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો : https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular