May 24, 2026

+91 99390 80808

May 24, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesભારતની નિકાસમાં મિશ્ર ચિત્ર: અમેરિકામાં તેજી, અન્ય મુખ્ય બજારોમાં ઘટાડો…!!

ભારતની નિકાસમાં મિશ્ર ચિત્ર: અમેરિકામાં તેજી, અન્ય મુખ્ય બજારોમાં ઘટાડો…!!

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં ભારતની નિકાસમાં મિશ્ર ચિત્ર જોવા મળ્યું છે. ટોચના ૨૦ દેશોમાંથી લગભગ સાત દેશોમાં નિકાસ ઘટી છે, જ્યારે અમેરિકા જેવા મહત્વના બજારમાં નિકાસ ૨૨% વધીને મજબૂત રહી છે. વાણિજ્ય વિભાગના તાજા ડેટા અનુસાર એપ્રિલ-જુલાઈ દરમિયાન નેધરલેન્ડ (-૨૧.૨%), યુકે (-૧૧.૨%), સિંગાપોર (-૧૧.૮%), સાઉદી અરેબિયા (-૧૧.૮%), દક્ષિણ આફ્રિકા (-૧૬.૩%), ઇટાલી (-૯.૩%), ફ્રાન્સ (-૧૭.૩%) અને મલેશિયા (-૨૮.૮%)માં ભારતની નિકાસ ઘટી છે. આ દેશોનો હિસ્સો ભારતની કુલ વેપારી નિકાસમાં ૬૯% જેટલો છે.
નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં ભારતની કુલ નિકાસ ૩% વધી ૧૪૯.૨ અબજ ડોલર પર પહોંચી છે. તેમાં અમેરિકા તરફની નિકાસ સૌથી મોટી ચાલક બની છે. યુએસ ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે, જ્યાં ૨૨% વૃદ્ધિ નોંધાઈ છે. નિષ્ણાતો જણાવે છે કે અમેરિકાએ ઓગસ્ટના અંતથી આયાત પર ૫૦% ડયુટી લગાવવાની જાહેરાત કરી હોવાથી ખરીદદારો પહેલેથી જ સ્ટોક બનાવી રહ્યા છે. આ જ કારણે ભારતીય નિકાસકારોએ યુએસ ઓર્ડરને પ્રાથમિકતા આપી હતી.
જોકે સપ્ટેમ્બરથી અમેરિકામાં ઉચ્ચ કર લાગુ થતાં નિકાસમાં ભારે ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ અન્ય દેશોમાં નિકાસ ઘટવા પાછળનું એક કારણ એ પણ છે કે નિકાસકારોએ યુએસ ઓર્ડરને પ્રાથમિકતા આપતાં અન્ય બજારોમાં પુરતી ડિલિવરી કરી શક્યા નથી. કુલ મળીને હાલ અમેરિકામાં ભારતીય નિકાસ મજબૂત છે, પરંતુ ઊંચા ટેરિફ લાગ્યા પછી આવતા મહિનાઓમાં દબાણ વધી શકે છે.
દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular