March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeMarket Trendનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! - ૦૮ ઓગસ્ટ ૨૦૨૫

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!! – ૦૮ ઓગસ્ટ ૨૦૨૫

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૮.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૪૩ સામે ૮૦૨૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૮૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૬૨૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૩૪ સામે ૨૪૫૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૭૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ ૨૫% ટેરિફ લાદતાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ઉછાળો નોંધાયો હતો. ટ્રમ્પે અગાઉ ૧ ઓગસ્ટના રોજ ભારત પર ૨૫% ટેરિફ લાદ્યા બાદ વધુ ૨૫% ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ ભારતીય શેરબજાર પર ખાસ કોઈ અસર જોવાઈ નહોતી.

ટ્રમ્પ ટેરિફના નામે વૈશ્વિક બજારોને ડામાડોળ કરી રહ્યા હોવા સાથે ભારત પર રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદીના નામે વધુ ટેરિફની ધમકી આપ્યા સામે ભારત વળતી આક્રમક લડત આપતા ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ પોજીટીવ રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકા અને રશીયાની મુલાકાત પર વિશ્વની નજર રહી હોઈ વૈશ્વિક બજારોમાં બે-તરફી સાંકડી વધઘટ જોવાઈ હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ગુડ્સ પરના ટેરિફને બમણા કરીને ૫૦% સુધી વધારી દીધા હોવાથી ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે સ્થિર રહ્યો હતો, જયારે રશિયાનું ક્રુડઓઈલ ખરીદનારા દેશોના માલસામાન પર ટેરિફ વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પની ચીમકી બાદ રશિયા ખાતેથી ક્રુડ ઓઈલનો પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ક્રુડઓઈલના ભાવ સુધારા તરફી રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, સર્વિસીસ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૩ અને વધનારની સંખ્યા ૧૮૪૪ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટેક મહિન્દ્ર ૧.૬૮%, એચસીએલ ટેકનોલોજી ૧.૧૭%, ઈટર્નલ લિ. ૦.૯૭%, એક્સિસ બેન્ક ૦.૮૫%, મારુતિ સુઝુકી ૦.૮૦%, ટાટા સ્ટીલ ૦.૬૩%, એચડીએફસી બેન્ક ૦.૬૩%, એશિયન પેઈન્ટ્સ ૦.૫૯% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૧% વધ્યા હતા, જ્યારે અદાણી પોર્ટ્સ ૧.૫૫%, ટ્રેન્ટ લિ. ૧.૦૬%, ટાટા મોટર્સ ૦.૮૫%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૭૪%, એનટીપીસી ૦.૬૯% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૫૪%, કોટક બેન્ક ૦.૪૯%, બીઈએલ ૦.૪૫% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૩% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૩૪ લાખ કરોડ વધીને ૪૪૫.૪૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક વેપાર મોરચે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દરેક પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક દ્વારા માત્ર નાણાં નીતિ અથવા લિક્વિડિટી તરફી જ નહીં પરંતુ તર્કબદ્ધ નિયમનના પણ પગલાં લેવાયા છે. ભારતે યુકે, યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરાર પૂર્ણ કર્યા છે અને અમેરિકા, યુરોપ, ઓમાન તથા ન્યુઝીલેન્ડ સાથે વાટાઘાટ થઈ રહી છે.

ભારત પાસે ફોરેકસ રિઝર્વનું સ્તર સાનુકૂળ છે અને ૧૧ મહિનાનું આયાત બિલ ચૂકવી શકાય એટલું છે. દેશની બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએની સ્થિતિ સંતોષકારક છે. ગ્રોસ એનપીએનું સ્તર ૨.૨૦% અને નેટ એનપીએ ૦.૫૦% થી ૦.૬૦% આસપાસ છે. ફુગાવાને જ્યાં સુધી સંબંધ છે ત્યાંસુધી ભારત બહારી પરિબળો પર ઓછો આધાર રાખે છે. ટેરિફની કોઈપણ અસર થશે તો તે વિકાસ અને માંગ પર જોવા મળશે. જ્યાં સુધી રિટાલિએટરી ટેરિફ નહીં હોય ત્યાં સુધી ફુગાવા પર કોઈ ગંભીર અસર જોવા નહીં મળવાની શકયતા છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular