May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesલોનનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે નજીવો વધીને ૯.૮% રહ્યો...!!

લોનનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે નજીવો વધીને ૯.૮% રહ્યો…!!

ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, લોન વૃદ્ધિ કરતાં થાપણોમાં વૃદ્ધિ વધુ રહી છે, જોકે આ તફાવત ૩૦૦ બેસિસ પોઇન્ટ સુધી ઘટી ગયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન, બેંકિંગ સિસ્ટમની લોનમાં ૧૪%નો વધારો થયો હતો, જ્યારે થાપણોમાં ૧૧.૩%નો વધારો થયો હતો. ૧૧ જુલાઈના રોજ પૂરા થયેલા પખવાડિયામાં બેંકો દ્વારા આપવામાં આવેલી લોનનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે નજીવો વધીને ૯.૮% થયો છે. આ સમયગાળા દરમિયાન થાપણોમાં વૃદ્ધિ ૧૦.૧%ના દરે સ્થિર રહી હતી.

જો આપણે એકંદર આંકડાઓ પર નજર કરીએ તો, તાજેતરના આંકડા મુજબ, બેંકો દ્વારા આપવામાં આવેલી લોન રૂ.૧૮૪.૬૩ લાખ કરોડ છે, જ્યારે થાપણો રૂ.૨૩૩.૨૫ લાખ કરોડ રૂપિયા છે. પખવાડિયા દરમિયાન લોનમાં રૂ.૨૩૦૩૬ કરોડ અને થાપણોમાં રૂ.૯૯,૯૦૯ કરોડનો ઘટાડો થયો છે. પાછલા પખવાડિયામાં કુલ લોન અને થાપણો અનુક્રમે રૂ.૧૮૪.૮૩ લાખ કરોડ અને રૂ.૨૩૪.૨૫ લાખ કરોડ રહી હતી મે ૨૦૨૪માં લોન વૃદ્ધિ લગભગ ૨૦%ના ઉચ્ચ સ્તરથી તીવ્ર ઘટાડો થયો છે.

બેંકિંગ ઉદ્યોગે નાણાકીય વર્ષ ૨૦૨૫માં લોન વૃદ્ધિ ૧૧% નોંધાવી હતી, જ્યારે થાપણો ૧૦.૨૬% વધી હતી. છેલ્લા એક વર્ષમાં લોન વૃદ્ધિમાં મંદી તીવ્ર રહી છે, કારણ કે ધિરાણકર્તાઓ અસુરક્ષિત રિટેલ, માઇક્રોફાઇનાન્સ વ્યવસાયમાં વધતા ડિફોલ્ટ વચ્ચે સંપત્તિ ગુણવત્તાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરવા ક્લિક કરો : https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular