March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasજૂન અને જુલાઈ માસમાં ભારતીય મૂડીબજારમાં IPO પ્રવૃત્તિમાં જોરદાર તેજી...!!

જૂન અને જુલાઈ માસમાં ભારતીય મૂડીબજારમાં IPO પ્રવૃત્તિમાં જોરદાર તેજી…!!

જૂન અને જુલાઈ મહિનામાં ભારતીય મૂડીબજારમાં આઈપીઓ પ્રવૃત્તિમાં જોરદાર તેજી જોવા મળી હતી. મુખ્ય પ્લેટફોર્મ પર આ બે મહિનામાં કુલ ૨૧ આઈપીઓ લિસ્ટ થયા હતા અને રૂ.૩૩૮૧૩ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. માર્ચથી મે વચ્ચેના સુસ્ત સમયગાળા પછી આઈપીઓ બજારમાં આવેલા આ પ્રવાહથી રોકાણકારોમાં નવેસરથી વિશ્વાસ અને ઉત્સાહ ફેલાયો છે.
સાથે સાથે નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ના આઈપીઓમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. જૂનથી અત્યાર સુધીમાં કુલ ૬૮ એસએમઈ આઈપીઓ થકી રૂ.૩૧૩૧ કરોડ એકત્ર થયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે મુખ્ય પ્લેટફોર્મ પર આઈપીઓ પ્રવૃત્તિ તેજ બને છે ત્યારે એસએમઈ સેગમેન્ટમાં પણ એ જ પ્રકારની ગતિ જોવા મળે છે. લિક્વિડિટીની ઉપલબ્ધતા અને મુખ્ય આઈપીઓ પરથી થતા ફાયદાને કારણે એસએમઈ આઈપીઓમાં પણ રોકાણકારોની વધતી રસદારી જોવા મળી રહી છે.
જો કે, વધતા રોકાણકાર રસને ધ્યાનમાં રાખીને એસએમઈ આઈપીઓ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે લઘુત્તમ અરજી રકમ રૂ.૧ લાખથી વધારીને રૂ.૨ લાખ કરી દેવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૫માં એનએસઈએ એસએમઈ કંપનીઓને મુખ્ય પ્લેટફોર્મ પર જવા માટેના પાત્રતા માપદંડોમાં પણ સુધારા કર્યા હતા. નવા નિયમો મુજબ કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષમાંથી ઓછામાં ઓછા બે વર્ષમાં ઓપરેટિંગ નફો દર્શાવવો ફરજિયાત છે, છેલ્લા નાણાકીય વર્ષમાં રૂ.૧૦૦ કરોડથી વધુની આવક હોવી જોઈએ અને આઈપીઓ સમયે પ્રમોટર હિસ્સો ૨૦%થી ઓછો ન હોવો જોઈએ.
બજાર નિરીક્ષકો માને છે કે મોટા કદના આઈપીઓ અને કડક માપદંડો રોકાણકારોના જોખમને માત્ર આંશિક રીતે જ ઘટાડે છે. એસએમઈ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા માટે અને રોકાણકારોના હિતોને વધુ મજબૂત બનાવવા માટે કડક ડિસ્ક્લોઝર ધોરણોની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular