April 24, 2026

+91 99390 80808

April 24, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasઓગસ્ટમાં ભારતીય અર્થતંત્રને બૂસ્ટ : સેવા તથા ઉત્પાદન ક્ષેત્રે રેકોર્ડ વૃદ્ધિ...!!

ઓગસ્ટમાં ભારતીય અર્થતંત્રને બૂસ્ટ : સેવા તથા ઉત્પાદન ક્ષેત્રે રેકોર્ડ વૃદ્ધિ…!!

ઓગસ્ટમાં ભારતના ઉત્પાદન અને સેવા ક્ષેત્રે મજબૂત વૃદ્ધિના સંકેત નોંધાયા છે. એચએસબીસી ફલેશ ઈન્ડિયા સંયુક્ત પીએમઆઈ, જે જુલાઈ માસમાં ૬૧.૧૦ પર હતો, તે ચાર પોઈન્ટના ઉછાળા સાથે ૬૫.૨૦ સુધી પહોંચ્યો છે. એસએન્ડપી ગ્લોબલના રિપોર્ટ મુજબ ઘરઆંગણે તેમજ વિદેશી બજારમાંથી નવા ઓર્ડરો મળવાથી આ વૃદ્ધિ નોંધાઈ છે. સેવા ક્ષેત્રે ઓગસ્ટમાં અત્યાર સુધીની સૌથી મજબૂત કામગીરી દર્શાવી છે. તેનો પ્રારંભિક પીએમઆઈ ૬૫.૬૦ પર પહોંચ્યો છે, જે ઓલ-ટાઈમ હાઈ ગણાય છે. ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ જુલાઈના ૫૯.૧૦ સામે વધીને ૫૯.૮૦ થયો છે. નવા ઓર્ડરોની માંગ જુલાઈ જેટલી જ મજબૂત રહી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. કાચા માલની તુલનામાં તૈયાર માલની કિંમતો વધુ વધતા કંપનીઓના માર્જિનમાં સુધારો થયો છે.

ખાસ કરીને, ૨૦૨૪ પછી પહેલીવાર ઓગસ્ટમાં નિકાસ ઓર્ડરોમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે. અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વ અને એશિયા જેવા બજારોમાંથી ભારતીય કંપનીઓને મોટા ઓર્ડરો મળ્યા છે. મજબૂત ઓર્ડર ફ્લોને કારણે ભરતીની પ્રક્રિયા પણ તેજ રહી છે. ઓગસ્ટમાં સતત ૨૭મા મહિને રોજગાર વધારાયો છે. સેવા ક્ષેત્રે થયેલી મોટી ભરતીને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં થયેલા થોડા ઘટાડાનો અસરકારક સામનો થઈ શક્યો છે. જોકે, ભરતી વધતા કામની ગતિ થોડું ધીમી પડી છે. બીજી તરફ, સેવા ક્ષેત્રમાં વેતન વધારાના દબાણને કારણે ખર્ચ વધી રહ્યો છે. તેના પરિણામે સર્વિસ ચાર્જિસમાં પણ વધારો થયો છે. મજબૂત માંગને કારણે કંપનીઓ વધારેલા ખર્ચનો ભાર સફળતાપૂર્વક ગ્રાહકો પર પસાર કરી શકી છે.

દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular