દેશની નિકાસ જૂન મહિનામાં સાધારણ ઘટીને ૩૫.૧૪ અબજ ડોલર થઈ હતી,
જે ગત વર્ષે આ ગાળામાં ૩૫.૧૬ અબજ ડોલર હતી. આયાત ૩.૭૧% ઘટીને ૫૩.૯૨ અબજ ડોલર થઈ
હતી. ટ્રેડ ડેફિસિટ ઘટીને ૧૮.૭૮ અબજ ડોલર થઈ હતી, જે છેલ્લાં ચાર મહિનામાં સૌથી
ઓછી છે. પેટ્રોલિયમ, ફેબ્રિક્સ, જેમ્સ-જ્વેલરી, લેધર, આયર્ન ઓર, તેલિબિયા, કાજુ, મરી
– મસાલા, તમાકુ અને કોફી જેવા સેક્ટરમાં નિકાસમાં નેગેટિવ ગ્રોથ જોવાયો હતો.
પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ જૂન ૨૦૨૪ની સરખામણીમાં ૧૫.૯૨% ઘટીને
૪.૬૧ અબજ ડોલર થઈ હતી. એન્જિનિયરિંગ, ચા, ચોખા, રેડી – મેઈડ ગારમેન્ટ્સ, કેમિકલ્સ,
મરીન પ્રોડક્ટ્સ, ફાર્મા સેક્ટરમાં નિકાસમાં પોઝિટિવ ગ્રોથ જોવાયો હતો.
ઈલેક્ટ્રોનિક ગુડ્ઝની નિકાસ ૪૬.૯૩% વધીને ૪.૧૪ અબજ ડોલર થઈ
હતી અને એપ્રિલ-જૂન ક્વાર્ટર માં ૪૭.૧૧ વધીને ૧૨.૪ અબજ ડોલર થઈ હતી. દરમિયાન દેશની
કુલ નિકાસ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ૧.૯૨% વધીને ૧૧૨.૧૭ અબજ ડોલર થઈ છે, જ્યારે
નિકાસ ૪.૨૪% વધીને ૧૭૯.૪૪ અબજ ડોલર થઈ છે.
દરમિયાન
આયાત મોરચે ક્રૂડ ઓઈલની આયાત ૮.૩૭% ઘટીને ૧૩.૮ અબજ ડોલર થઈ હતી, જ્યારે સોનાની
આયાત ૨૫.૭૩ ઘટીને ૧.૯ અબજ ડોલર થઈ હતી. સર્વિસીઝની નિકાસ જૂન મહિનામાં અંદાજે ૩૨.૮૪
અબજ ડોલર થઈ છે, જે ગત વર્ષે આ ગાળામાં ૨૮.૬૭ અબજ ડોલર હતી. સર્વિસીઝની આયાત ૧૭.૫૮
અબજ ડોલર થઈ હોવાનો અંદાજ છે, જે ગત વર્ષે આ ગાળામાં 15.14 અબજ ડોલર હતી.