સતત બે મહિના ઘટાડા બાદ, સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસે જુલાઈમાં હાથમાં કેશનો જથ્થો વધાર્યો છે. બજારમાં ચાલી રહેલી વોલેટિલિટી અને ઊંચા વેલ્યુએશનને કારણે ફન્ડ હાઉસોએ વધુ સાવચેતી રાખવાનો વ્યૂહ અપનાવ્યો છે. આંકડા મુજબ, જુલાઈમાં કેશ હોલ્ડિંગ રૂ.૧.૫૮ લાખ કરોડ રહ્યું, જે જૂનમાં રૂ.૧.૫૫ લાખ કરોડ હતું. એપ્રિલમાં રૂ.૧.૭૩% લાખ કરોડથી કેશ લેવલ સતત ઘટીને જૂન સુધી પહોંચ્યો હતો, પરંતુ જુલાઈમાં ફરી વધારો થયો.
ફન્ડ મેનેજરોના મતે, અનિશ્ચિત પરિસ્થિતિ અને અમેરિકા-ભારત વચ્ચેની ટેરિફ ચડતરની અસરથી બજારમાં ઉછાળો-પતન વધી રહ્યો છે, જેના કારણે કેશ જાળવી રાખવું સલામત વિકલ્પ માનવામાં આવી રહ્યું છે. રોકાણકારોના મજબૂત ઈન્ફ્લોઝ પણ કેશ ઓન હેન્ડ વધારવાનું એક કારણ છે. જુલાઈમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં ઈન્ફ્લો ૮૧% ઉછળી રૂ.૪૨૭૦૨ કરોડ રહ્યો છે.
દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O





