March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasબિટકોઈન ઓલ-ટાઈમ હાઈ પછી પીછેહઠ : રોકાણકારોમાં ચિંતા…!!

બિટકોઈન ઓલ-ટાઈમ હાઈ પછી પીછેહઠ : રોકાણકારોમાં ચિંતા…!!

ગયા સપ્તાહે ૧,૨૪,૦૦૦ ડોલરથી વધુની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ બિટકોઈનમાં પીછેહઠ જોવા મળી છે. ઊંચા સ્તરે થયેલા પ્રોફિટ બુકિંગ અને પોઝિટિવ પરિબળોના અભાવે બુધવારે બિટકોઈન ૧૧૩,૦૦૦ ડોલરની સપાટી તોડી ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઈન ૧૧૨,૬૯૮ થી ૧૧૫,૮૦૪ ડોલર વચ્ચે ટ્રેડ થયો હતો અને મોડી સાંજે ૧૧૩,૯૧૩ ડોલર પર ક્વોટ થતો હતો. અમેરિકામાં સતત ઊંચા ફુગાવા તથા આર્થિક નીતિ અંગેની અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ચિંતા વધી રહી છે. બજારમાં બીજા ક્રમે આવેલી ક્રિપ્ટોકરન્સી એથરિયમ ૪,૧૦૦ ડોલરની આસપાસ સ્થિર રહી હતી. પરંતુ બિટકોઈનમાં ઘટાડાને કારણે સમગ્ર ક્રિપ્ટો માર્કેટની એકંદર કેપ ઘટીને ૩.૮૨ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી.
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ જેકસન હોલ ખાતે શું નિવેદન આપે છે તેની રાહ બજાર જોઈ રહ્યું છે. રોકાણકારોમાં ધારણા છે કે સતત ઊંચા મોંઘવારીના આંકડા વચ્ચે વ્યાજદરમાં ઘટાડો થવાનો નથી. સાથે જ વિવિધ દેશોના માલસામાન પર લાગેલા ટેરિફ, લિક્વિડિટીની ખેંચ, તથા SECની તપાસ જેવા પરિબળો પણ બિટકોઈન પર દબાણ વધારી રહ્યા છે. તે સિવાય XRP, સોલાના સહિતની અન્ય મોટી ક્રિપ્ટોકરન્સીમાં પણ નબળાઈ જોવા મળી છે. આમ, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને લિક્વિડિટીની ચિંતા હાલ સમગ્ર ક્રિપ્ટો માર્કેટ પર ભાર મૂકી રહી છે.
દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular