March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasબિટકોઈનમાં છેલ્લા નવ મહિનાના સમયગાળામાં ૬૮%નો ઉછાળો...!!

બિટકોઈનમાં છેલ્લા નવ મહિનાના સમયગાળામાં ૬૮%નો ઉછાળો…!!

ક્રિપ્ટો બિટકોઈનમાં ઉછાળા સાથે ભાવ ૧૧૮૦૦૦ ડોલરની સપાટી કુદાવીને નવી ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. ક્રિપ્ટોકરન્સીમાં હાલમાં કોઈ પોઝિટિવ પરિબળો કરતા અમેરિકન ચલણ ડોલરમાં નબળાઈ ક્રિપ્ટો કરન્સીની વર્તમાન તેજી માટે જવાબદાર છે. બિટકોઈનમાં એક જ દિવસમાં જંગી ઉછાળાને પરિણામે ક્રિપ્ટોસમાં મંદી વાળા ઝડપાઈ ગયા હતા અને અંદાજે ૧.૧૩ અબજ ડોલરની પોઝિશનને ફરજિયાત લિક્વિડેટ કરવાનો વારો આવ્યો હતો. ૧.૧૩ અબજ ડોલરમાંથી ૧.૦૧ અબજ ડોલર શોર્ટ સેલિંગ હતું. બિટકોઈન ઉપરાંત એથરમમાં પણ મંદીવાળા અટવાઈ ગયાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું હતું.

લિક્વિડેશનને કારણે શોર્ટ સેલિંગમાં ૧.૦૧ અબજ ડોલરનું ધોવાણ ૨૦૨૫માં અત્યારસુધીનું સૌથી મોટું ધોવાણ હોવાનું માનવામાં આવે છે. અમેરિકામાં ક્રિપ્ટોસને લઈને હકારાત્મક નીતિ તૈયાર થઈ રહી હોવાના અહેવાલે પણ બજારના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે. બિટકોઈનમાં ઓલટાઈમ હાઈ બાદ અન્ય ક્રિપ્ટોસ એથરમ, એકસઆરપી, ડોજકોઈન તથા સોલાનામાં પણ તેજી જોવા મળી છે. ગયા વર્ષના નવેમ્બરમાં ૭૦,૦૦૦ ડોલરથી નવ મહિનાના ગાળામાં બિટકોઈનમાં ૬૮% રેલી સાથે ૧,૧૮,૦૦૦ ડોલરનો ભાવ જોવા મળ્યો છે.

જૂનના અંતિમ સપ્તાહથી અત્યારસુધીમાં બિટકોઈન સ્પોટ ઈટીએફસમાં અંદાજે એક અબજ ડોલરથી વધુનો ફલો આવ્યો છે. ક્રિપ્ટો કરન્સી માર્કેટને લઈને ટ્રમ્પ સરકાર સાનુકૂળ નીતિ તૈયાર કરી રહી છે અને નવા નિયમનો લવાશે તેવી રોકાણકારો આશા રાખી રહ્યા છે. ક્રિપ્ટો એકસચેન્જ કોઈનબેસનો એસએન્ડપી ૫૦૦ ઈન્ડેકસમાં સમાવેશ થયો છે જેને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. 

દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :-https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular