May 24, 2026

+91 99390 80808

May 24, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesજુલાઈ માસમાં ઓટો રિટેલ વેચાણમાં ૪.૩% ઘટાડો...!!

જુલાઈ માસમાં ઓટો રિટેલ વેચાણમાં ૪.૩% ઘટાડો…!!

અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફ અંગેની અનિશ્ચિતતા, આઈટી ક્ષેત્રમાં રોજગાર કાપ અને દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના પ્રભાવને કારણે વર્તમાન વર્ષના જુલાઈ મહિનામાં દેશમાં ઓટો રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે ૪.૩૦% ઘટ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના આંકડા મુજબ, જુલાઈ ૨૦૨૫માં કુલ ૧૯.૬૦ લાખ વાહનોનું વેચાણ થયું, જ્યારે ગયા વર્ષના જુલાઈમાં આ આંક ૨૦.૫૦ લાખ હતો. ટુ-વ્હીલર્સના વેચાણમાં ૬.૫૦%નો ઘટાડો થઈ ૧.૬૦ લાખ યુનિટ્સ પર પહોંચ્યું, જ્યારે પેસેન્જર વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે ૦.૮૦%નો ઘટાડો નોંધાયો.
ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ વાવણીની કામગીરી અને ભારે વરસાદને કારણે ટુ-વ્હીલર્સની માંગ નબળી રહી. તેમ છતાં, ઓગસ્ટમાં તહેવારોની સીઝનને કારણે માંગ વધવાની અપેક્ષા ડીલરો વ્યક્ત કરી રહ્યા છે. જૂનની સરખામણીએ જુલાઈમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ૧૦.૩૮%નો વધારો નોંધાયો, છતાં વાર્ષિક ધોરણે ઘટાડો યથાવત રહ્યો. બીજી તરફ, ચોમાસાની અનુકૂળ સ્થિતિ અને કૃષિ સબસિડી સમયસર મળતા ટ્રેક્ટર્સની માંગમાં ૧૧%ની વૃદ્ધિ નોંધાઈ છે.
દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular