March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasઅમેરિકન અર્થતંત્રમાં ફરી ઝટકો: નાદારી ફાઇલિંગ ૨૦૨૦ પછીની ટોચે…!!

અમેરિકન અર્થતંત્રમાં ફરી ઝટકો: નાદારી ફાઇલિંગ ૨૦૨૦ પછીની ટોચે…!!

તાજેતરના રિપોર્ટ્સ અનુસાર અમેરિકન અર્થતંત્રમાં કંપનીઓની નાદારી ફાઇલિંગમાં તેજી આવી છે અને તે કોવિડ-૧૯ બાદના સર્વોચ્ચ સ્તર એટલે કે ૨૦૨૦ પછીની ટોચે પહોંચી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ પદે આવ્યા બાદ તેમના ટેરિફ આધારિત પગલાંઓ (ટેરિફ ટેરરિઝમ) અમેરિકાને જ ભારે પડી રહ્યા છે. મોંઘવારી વધી રહી છે અને મંદી જેવા સંકેત સ્પષ્ટ થઈ રહ્યાં છે. બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ મુજબ, ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની ઘણી જાણીતી બ્રાન્ડો હવે નાદારી માટે અરજી કરી રહી છે. S&P Globalના ડેટા દર્શાવે છે કે આ ઉનાળામાં કોર્પોરેટ નાદારી ફાઇલિંગની સંખ્યા ૨૦૨૦ના સ્તરને વટાવી ગઈ છે. જુલાઈમાં ૭૧ કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી, જે જૂનના ૬૩ કરતાં વધુ છે. આ પરિસ્થિતિમાં Forever 21, Joon અને Del Monte Foods જેવી લોકપ્રિય કંપનીઓ સામેલ છે.
ડેલ મોન્ટે પર ૮થી ૧૦ અબજ ડોલરનું દેવું છે અને વધતા ઇન્વેન્ટરી ખર્ચ તથા ઘટતી માંગને કારણે કંપનીએ ચેપ્ટર ૧૧ ફાઇલિંગ કર્યું છે. બીજી તરફ, રિટેલ સેક્ટરમાં અનેક સ્ટોર્સ બંધ કરવાની ફરજ પડી રહી છે. જુલાઈના રેકોર્ડ નેગેટીવ આંકડાઓ બાદ ઓગસ્ટમાં પણ અમેરિકન કોર્પોરેટ ક્ષેત્રમાં સુધારો જોવા મળ્યો નથી. ફેશન રિટેલર Claire’sએ ૬ ઓગસ્ટે બીજું ચેપ્ટર ૧૧ ફાઇલિંગ કર્યું છે. બજાર નિષ્ણાતોના મતે, અનેક એવી કંપનીઓ જેઓ એક સમયે અમેરિકાના માર્કેટમાં દબદબો ધરાવતી હતી, હવે નાદારીની કગર પર પહોંચી ગઈ છે. કુલ મળીને, અમેરિકન અર્થતંત્રમાં વધી રહેલી નાદારી ફાઇલિંગ મંદીના જોખમને વધુ સ્પષ્ટ કરી રહી છે.
દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular