રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૮૮ સામે ૮૨૫૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૩૬૯ પોઈન્ટના
નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર
ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ
૨૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૪૪૫
પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૯૬ સામે ૨૫૨૦૫
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૪૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૮૧
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ટ્રમ્પ
ટેરિફ વોરના પરિણામે વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા સર્જાઈ છે, તેના કારણે દરેક દેશો
પોતાના વેપાર હિતને લઈ રક્ષણાત્મક નીતિ અપનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે ગત
સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશના આર્થિક વિકાસને સપોર્ટ કરવા
એકાએક અનપેક્ષિત રેપો રેટમાં ૦.૫૦%નો ઘટાડો અને સીઆરઆરમાં ચાર તબક્કામાં ૧%નો
ઘટાડો કરાતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ ફરી
તેજીનું બન્યું હતું.
સિસ્ટમમાં
લિક્વિડિટી વધારવાની અને એના થકી ધિરાણ વૃદ્વિને મહત્વ આપીને લેવાયેલા નિર્ણયોથી
બજારમાં પણ તેજીને વેગ મળતો જોવાયો હતો. અન્ય આંતરરાષ્ટ્રીય નેગેટીવ પરિબળો નહીં
સર્જાવાના સંજોગોમાં વિદેશી ફંડો અને સ્થાનિક ફંડોની શેરોમાં ખરીદી વધવાની શકયતાએ આજે
ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરારનો આશાવાદે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ
ઉંચકાતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના
ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૦૯ અને વધનારની સંખ્યા ૨૭૯૮
રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં કોટક બેન્ક ૩.૧૯%, બજાજ ફાઈનાન્સ ૨.૫૧%, એકસિસ બેન્ક ૨.૦૬%,
ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૬૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૬૧%, મારુતિ સુઝુકી ૧.૪૩%, બજાજ ફિનસર્વ
૧.૩૯%, એનટીપીસી લિ. ૧.૨૮% અને ટીસીએસ લિ. ૧.૧૨% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૧.૯૫%,
આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૬૮%, ટાઇટન કંપની લિ. ૦.૭૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૫૨%,
અદાણી પોર્ટ ૦.૩૦%, ટાટા સ્ટીલ ૦.૧૬%, ભારતી એરટેલ ૦.૧૪%, નેસ્લે ઇન્ડિયા ૦.૦૫%
અને એચડીએફસી બેન્ક ૦.૦૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો,
ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું
વાતાવરણ ઉભું છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના
ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી
વધી રહ્યા છે. વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર
વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. રિઝર્વ બેંક
ઓફ ઈન્ડિયાને દેશના આર્થિક વિકાસને સપોર્ટ કરવાની આવશ્યકતા દેખાઈ એકાએક અનપેક્ષિત
રેપો રેટમાં ૦.૫૦%નો ઘટાડો અને સીઆરઆરમાં ચાર તબક્કામાં ૧%નો ઘટાડો કરવાનો નિર્ણય
લેવાની ફરજ પડી છે.
સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની અને એના થકી ધિરાણ વૃદ્વિને મહત્વ
આપીને લેવાયેલા નિર્ણયોથી બજારમાં પણ તેજીને વેગ મળતો જોવાયો છે. સાથે સ્તાહે દેશમાં
ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે
છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી
આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર
/ પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in