June 7, 2025

+91 99390 80808

June 7, 2025

 | +91 99390 80808

HomeNews Headlinesએપ્રિલમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે ૧૮% વધી રૂ.૧.૮૪ ટ્રિલિયન રહ્યો...!!

એપ્રિલમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે ૧૮% વધી રૂ.૧.૮૪ ટ્રિલિયન રહ્યો…!!

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ મહિના એટલે કે એપ્રિલમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે ૧૮% વધી રૂ.૧.૮૪ ટ્રિલિયન રહ્યો છે. જો કે માર્ચની સરખામણીએ ખર્ચમાં ૮.૭૦% ઘટાડો નોંધાયો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. માર્ચમાં ખર્ચનો આંક રૂ.૨.૦૧ ટ્રિલિયન રહ્યો હતો. જે ચાર મહિનાની ઊંચી સપાટીએ હતો.

ઉપભોગ માંગમાં વધારાને જોતા ક્રેડિટ કાર્ડ મારફતનો ખર્ચ વર્તમાન નાણાં વર્ષમાં સ્થિર રહેવાની બેન્કરો અપેક્ષા રાખી રહ્યા છે. ગત મહિને ક્રેડિટ કાર્ડ જારી કરવાની સંખ્યા વાર્ષિક ધોરણે ૭.૬૭% વધી ૧૧.૦૪ કરોડ પર પહોંચી હતી. એપ્રિલમાં કુલ ૫,૫૧,૩૧૫ નવા કાર્ડસ જારી કરાયા હતા. અનસિકયોર્ડ રિટેલ પોર્ટફોલિઓ પરની તાણને ધ્યાનમાં રાખી મોટાભાગની બેન્કો ક્રેડિટ કાર્ડ જારી કરવામાં સાવચેતી ધરાવી રહી છે.

Most Popular

error: Content is protected !!