રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૦૩.૦૬.૨૦૨૫ ના રોજ
સવારે ૧૦ કલાકે….
ડોનાલ્ડ
ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક વેપારમાં પડકારો વધ્યાની સાથે યુક્રેને પણ
રશિયાના એરબેઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ટેન્શન વધતા આજે
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ કોર્ટે રેસિપ્રોકલ ટેરિફ મામલે ફટકાર લગાવ્યા બાદ ફરી આ
ટેરિફ લાગુ કરવા મંજૂરી આપતાં મામલામાં યુ-ટર્નને લઈ અને બીજી તરફ ચાઈના સાથે
અમેરિકાની ટેરિફ મામલે વાટાઘાટ પડી ભાંગ્યાના અહેવાલો વચ્ચે વૈશ્વિક ચિંતા વધતાં
વૈશ્વિક શેરબજારોમાં ખાસ એશીયા-પેસેફિક દેશોના બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું
હતું.
ટ્રમ્પ ટેરિફ સામે ભારત-અમેરિકા વચ્ચે ડિલ વાટાઘાટ આગળ વધી રહ્યાના
પોઝિટીવ પરિબળ સામે ભારતના જીડીપી વૃદ્ધિના નાણા વર્ષ ૨૦૨૫ના આંકડા એકંદર નબળા
ઘટીને આવતાં તેમજ મેન્યુફેકચરીંગ સહિતનો ગ્રોથ ઘટયાના આંકડા જાહેર થતાં પૂર્વે
બજારમાં નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું. વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન
માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૦%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૪૧% અને નેસ્ડેક ૦.૬૭% વધીને સેટલ થયા
હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૫% વધીને ટ્રેડ થઇ
રહ્યા હતા.
બીએસઈમાં
સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૬૬ અને
વધનારની સંખ્યા ૧૯૮૫ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૩
શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી
સર્કિટ રહી હતી.
કોમોડિટી…
- એમસીએક્સ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૭૮૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૯૦૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૬૬૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૮૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૭૭૬૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
- એમસીએક્સ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૯૯૯૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧૦૦૨૧૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૯૮૬૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૦૧૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ…
ભારતીય શેરબજારમાં આજે કોમોડીટીઝ, એનર્જી,
ટેલિકોમ્યુનિકેશન, ઓટો, મેટલ, રિયલ્ટી અને સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ફંડોની ઉછાળે
નફારૂપી વેચવાલીના કારણે એફએમસીજી, ફાઈનાન્શીયલ
સર્વિસીસ, હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ, આઈટી, યુટીલીટીઝ, બેન્કેકસ અને કેપિટલ ગુડ્સ
સેક્ટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઝોમેટો
લિ., એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા
મોટર્સ અને એશિયન પેઈન્ટ જેવા શેરો મજબૂત પ્રદર્શન સાથે ૧.૦% થી ૦.૫%ના ઉછાળા સાથે
કારોબાર કરી રહ્યા હતા, જયારે લાર્સેન લિ., બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, અદાણી
પોર્ટ, હિન્દુસ્તાન યુનીલીવર, મારુતિ સુઝુકી, એચસીએલ ટેકનોલોજી, અલ્ટ્રાટેક
સિમેન્ટ અને કોટક બેન્ક જેવા શેરો ૧.૫% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા
હતા.
સ્ટોક સ્પેસિફિક
રેન્જ મુવમેન્ટ….
- મુથુત ફાઈનાન્સ ( ૨૨૩૦ ) :- મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૯૦ ના સ્ટોપલોસ ધ્યાને રાખી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૫૩ થી રૂ.૨૨૬૦ આસપાસ મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૭૪ ઉપર તેજી તરફી નવાં ઝોનમાં પ્રવેશી શકે…!!
- સ્ટેટ બેન્ક ( ૮૧૫ ) :- રૂ.૮૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ થકી પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ આસપાસ ટ્રેડિંગલક્ષી સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટાટા કેમિકલ્સ ( ૮૮૮ ) :- રૂ.૮૭૮ નો પ્રથમ તેમજ રૂ.૮૭૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટ ને ધ્યાને લઈ કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૮ થી રૂ.૯૦૯ આસપાસ તેજી તરફી મૂવમેન્ટ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૫૦ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૮૯ ના ભાવ સપાટીની રેન્જ દર્શાવે તેવી સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના આર્થિક
વૃદ્વિના આંકડા નાણા વર્ષ ૨૦૨૫ના નબળા ૬.૫%ની વૃદ્વિના આવ્યા છતાં ચોથા
ત્રિમાસિકના આંકડા પ્રોત્સાહક ૭.૪%ની વૃદ્વિના જાહેર થતાં અને વૈશ્વિક આર્થિક
પડકારો અને અમેરિકાના ટેરિફ વોરની સ્થિતિ વચ્ચે પણ ચોથા ત્રિમાસિકના મજબૂત આંકડાએ
વૈશ્વિક ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં ખરીદી વધી છે.
ફોરેન ઈન્વેસ્ટરોની સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી શેરોમાં લાર્જ
કેપ બાદ મિડ કેપ શેરોમાં ખરીદદાર બનતા સેન્ટીમેન્ટ તેજીનું બન્યું છે.
વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટ્રમ્પને
અમેરિકાની ફેડરલ કોર્ટના એક દિવસ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની સત્તા નહીં હોવાનું અને
બીજા જ દિવસે યુ-ટર્નને અને છેલ્લે ચાઈના સાથે ટેરિફ વાટાઘાટ પડી ભાંગ્યાના અને
અમેરિકામાં સ્ટીલની આયાત પર ૫૦% ટેરિફ લાદવાના નિર્ણયને લઈ વૈશ્વિક બજારોમાં
સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ત્યારે હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી
દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી અને સ્ટોક સ્પેસિફિક બની
રહેવાની શકયતા છે.
ડિસ્ક્લેમર
/ પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in