આગામી દિવસોમાં ભારત ફોર્જ
ના શેરના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ અનેક મજબૂત પરિબળો પર આધારિત છે. ૨૦૨૫ના
ચોથી ત્રિમાસિકમાં, કંપનીએ રૂ.૩૮૫૨.૬૦ કરોડની આવક નોંધાવી છે, જે અગાઉની
ત્રિમાસિકથી ૧૦.૮૫%ની વૃદ્ધિ દર્શાવે છે. શુદ્ધ નફો ૩૨.૫૪% વધીને રૂ.૨૮૨ કરોડ થયો
છે અને એપીએસ રૂ.૫.૯૯ સુધી પહોંચ્યો છે. આ નફાકારકતા મુખ્યત્વે ખર્ચમાં ઘટાડો અને
ઓવરસીઝ ઓપરેશન્સમાં સુધારાને કારણે છે.
માર્ચ ૨૦૨૫માં, ભારત સરકાર
દ્વારા રૂ.૭૦૦૦ કરોડના ATAGS ઓર્ડર મંજૂર થયા છે, જેમાંથી ૬૦% ઓર્ડર ભારત ફોર્જને મળ્યો છે. આ ઓર્ડર
કંપનીના ડિફેન્સ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ દર્શાવે છે. વધુમાં, નાણાકીય
વર્ષ ૨૦૨૫-૨૬
માટે ડિફેન્સ સેગમેન્ટમાં ૧૫-૨૦% આવક વૃદ્ધિની અપેક્ષા છે. કંપનીએ ફેબ્રુઆરી ૨૦૨૫માં
રૂ.૨.૫ પ્રતિ શેરનો ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યો છે, જે રોકાણકારો માટે આકર્ષક
છે. આ ઉપરાંત, કંપનીની મજબૂત ઓપરેશનલ કામગીરી અને ડિફેન્સ સેક્ટરમાં વૃદ્ધિની
અપેક્ષાઓ શેરના ભાવમાં વધારો લાવવાની સંભાવનાઓ વધારી રહી છે.
ડિસ્ક્લેમર /
પોલીસી /
શરતો www.nikhilbhatt.in
ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in