May 23, 2025

+91 99390 80808

May 23, 2025

 | +91 99390 80808

HomeNews Headlinesએશિયા-પેસિફિક ક્ષેત્રમાં રોકાણ માટે ભારતીય શેરબજાર પસંદગીનું સ્થળ...!!

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં રોકાણ માટે ભારતીય શેરબજાર પસંદગીનું સ્થળ…!!

એશિયા પેસિફિક (એશિયા પેક) ક્ષેત્રમાં ભારતીય શેરબજારો સૌથી વધુ પસંદ કરવામાં આવે છે તેમ BofA સિક્યોરિટીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના ફંડ મેનેજર સર્વેમાં જાણવા મળ્યું છે. સર્વેમાં સામેલ ફંડ મેનેજરોમાંથી, ૪૨ ટકા લોકોએ જાપાન (૩૯ ટકા), ચીન (૬ ટકા) અને સિંગાપોર (૩ ટકા) જેવા અન્ય પ્રદેશો કરતાં ભારતને પસંદ કર્યું છે. ભારત એક ખૂબ જ પસંદગીના બજાર તરીકે ઉભરી આવ્યું છે, ટેરિફ અસર પછી સપ્લાય ચેઇન પુનર્ગઠનનો સંભવિત લાભાર્થી માનવામાં આવે છે તેમ સર્વે દર્શાવે છે.

જાપાને ટોચનું સ્થાન ગુમાવ્યું છે, જ્યારે ચીન ગયા મહિને તળિયેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. તે જ સમયે, થાઇલેન્ડ સૌથી ઓછું પસંદગીનું બજાર રહ્યું છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વપરાશ એ મુખ્ય વિષયો છે જેના પર રોકાણકારો નજીકથી નજર રાખી રહ્યા છે. સર્વેમાં ૨૦૮ સહભાગીઓએ ભાગ લીધો હતો જેમની એયુએમ ૫૨૨ બિલિયન ડોલર હતી. ૨ મે થી ૮ મે, ૨૦૨૫ ની વચ્ચે, ૪૫૮ બિલિયન ડોલરની એયુએમ ધરાવતા ૧૭૪ સહભાગીઓએ ભાગ લીધો હતો. બદલાતા આર્થિક વિકાસના દ્રશ્યને કારણે એશિયા પેસિફિક ક્ષેત્ર માટે અનુકૂળ વળતરની બજાર અપેક્ષાઓ વધી છે.

જોકે ૫૮ ટકા લોકોને હજુ પણ આવકમાં ઘટાડાનો ડર છે. હાલમાં, કુલ ૫૯ ટકા ઉત્તરદાતાઓ નબળા વૈશ્વિક અર્થતંત્રની અપેક્ષા રાખે છે, જે ગયા મહિનાના ૮૨ ટકાના સૌથી નિરાશાવાદી આગાહી કરતાં મોટો સુધારો છે, જ્યારે કુલ ૭૭ ટકા લોકો નબળા એશિયન અર્થતંત્રની અપેક્ષા રાખે છે, જે ગયા મહિને ૮૯ ટકા હતું. ચીનના વધતા આકર્ષણ અંગે સર્વેમાં જણાવ્યું હતું કે રોકાણકારો ચીન તરફ આકર્ષાઈ રહ્યા છે અને માત્ર ૧૬ ટકા રોકાણકારો અન્ય બજારોમાં તકો શોધી રહ્યા છે, જ્યારે ગયા મહિને આ આંકડો ૨૬ ટકા હતો.

Most Popular

error: Content is protected !!