રોકાણકાર મિત્રો,
આનંદ ને…!! તા.૨૨.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૯૬ સામે ૮૧૩૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા
મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૩ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪૪
પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૯૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૩૨ સામે ૨૪૭૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.
નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ
જોવા મળ્યો…સરેરાશ ૨૭૭ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૬૫ પોઈન્ટ
બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી
જોવા મળી રહી છે. વૈશ્વિક જિઓ-પોલિટિકલ ટેન્શનમાં વધારો તેમજ અમેરિકાના ઈકોનોમિક ફંડામેન્ટલ્સનું
સેન્ટિમેન્ટ ખરડાતા વૈશ્વિક શેરબજારોમાં કડાકાની સ્થિતિ સાથે આજે ભારતીય
શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરાંત અમેરિકા–ભારત વચ્ચે હાલમાં થયેલી ટેરિફ મુદ્દે વેપાર
મંત્રણામાં કોઈ ઉકેલ કે સકારાત્મક નિર્ણય લેવાયો ન હોવાને લીધે બજારમાં સાવચેતીનું
વલણ જોવા મળી રહ્યું છે.
વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતની ઈકોનોમીનો પોઝિટિવ
આઉટલૂક આપવામાં આવ્યો હોવાથી સ્થાનિક સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યા છતાં વૈશ્વિક ક્રૂડ
ઓઈલના ભાવોમાં ઉછાળો અને વધતા યુએસ બોન્ડ યીલ્ડની નેગેટીવ અસર સાથે સ્થાનિક સ્તરે એફએમસીજી
અને ઓટો શેરોમાં ભારે વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ
રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુ.એસ.
બોન્ડ યિલ્ડમાં વધારો, ભારત અને યુ.એસ. વચ્ચે વ્યાજદરમાં ઘટાડો અને મધ્ય પૂર્વમાં વધતા જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ તેમજ આયાતકારો અને વિદેશી બેંકો તરફથી
ડોલરની વધતી માંગના પરિણામે ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાતા આજે ડોલર સામે
રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ઈરાનની ન્યુક્લિયર ઉત્પાદનની સવલતો
પર ઈઝરાયલ દ્વારા હુમલાઓ કરાશે એવા અહેવાલો વહેતા થતા વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં
ઉછાળો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭%
વધીને બંધ રહ્યા હતા.
વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા
મળી હતી,
જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૮ અને વધનારની સંખ્યા ૧૭૪૧ રહી હતી, ૧૬૭
શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
જ્યારે ૮
શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં
ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૮૨%, ભારતી એરટેલ ૦.૪૪% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૦% વધ્યા
હતા, જયારે મહિન્દ્રા એન્ડ
મહિન્દ્રા ૨.૫૯%, બજાજ ફિનસર્વ ૧.૮૦%, ટેક મહિન્દ્ર ૧.૭૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૭૪%,
આઈટીસી લિ. ૧.૫૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૩૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૬%,
એનટીપીસી લિ. ૧.૩૩% અને મારુતિ સુઝુકી ૧.૩૨% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના
અર્થતંત્રની ગાડી ગ્રોથના માર્ગે હોવાના જેપી મોર્ગનના રિપોર્ટ બાદ અન્ય ત્રણ
રેટિંગ એજન્સીઓએ પણ સકારાત્મક સંકેતો આપ્યા છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા
છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત પ્રદર્શન કરી રહ્યુ હોવાનું જણાવ્યું છે. એક
રિપોર્ટમાં દેશનો જીડીપી ગ્રોથ અંદાજ વધારવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ
અનુસાર, ભારત એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે, જેનો જીડીપી ગ્રોથ ૨૦૨૫માં ૬.૨% થી ૬.૩%
રહેવાનો અંદાજ છે.
ભારતમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે ખાનગી વપરાશ વધવાની સંભાવના સાથે ચોમાસુ
સારૂ રહેવાની સંભાવના અને મોંઘવારીમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જે માંગ આધારિત
ગ્રોથમાં વધારો કરશે. ગ્લોબલ
ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેન્લીએ અગાઉ ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ૨૦૨૫-૨૬માં ૬.૧%
આપ્યો હતો. જે વધારી હવે ૬.૨% કર્યો છે. તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગ્રોથ
અંદાજ ૬.૩%થી વધારી ૬.૫% કર્યો છે. સ્થાનિક સ્તરે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે સાથે
સાથે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા છતાં આગામી દિવસોમાં સ્થાનિક માંગમાં વધારો
થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
ડિસ્ક્લેમર / પોલીસી /
શરતો www.nikhilbhatt.in
ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in