May 20, 2025


+91 99390 80808

May 20, 2025

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૫.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૦૫૯ સામે ૮૨૧૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૧૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૧૦૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૭૬ સામે ૨૫૦૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૩૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક સ્તરે નકારાત્મક પરિબળોના પગલે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં અંદાજીત ૬૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા અમેરિકાના સોવરિન ડેટના આઉટલુકમાં ઘટાડો કરતાં તેમજ તેના પર દેવાનો બોજો વધવાની ભીતિ વ્યક્ત કરતા ઉપરાંત વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિએ ફેડ રિઝર્વ દ્વારા આ વર્ષે એક જ વાર વ્યાજના દરો ઘટાડવાનો સંકેત આપતા અમેરિકન, યુરોપિયન અને એશિયન શેરબજારમાં કડાકો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવાની ભીતિ વચ્ચે વ્યાજના દરોમાં કોઈ મોટો ઘટાડો ન થવાની સંભાવનાઓ સામે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી અને યુએસ ૧૦ વર્ષીય બોન્ડ યીલ્ડમાં પણ સુધારો થતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડા પગલે આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, યુટીલીટીઝ, સર્વિસીસ, પાવર, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેલિકોમ્યુનિકેશન અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૩૪ અને વધનારની સંખ્યા ૧૪૩૫ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૦.૭૩%, ઇન્ફોસિસ લિ. ૦.૦૮%, આઈટીસી લિ. ૦.૦૭% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૪.૧૦%, મારુતિ સુઝુકી ૨.૭૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૧૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૦૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૦૧%, નેસ્લે ઇન્ડિયા ૧.૯૨%, બજાજ ફાઈનાન્સ ૧.૮૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૭૭% અને બજાજ ફિનસર્વ ૧.૬૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા જાહેર કરાયેલા રેસિપ્રોકલ ટેરિફના જોખમને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતની ચાલુ ખાતાની ખાધ વધી જીડીપીના ૧.૨૦% જોવા મળશે જે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫ માટે ૦.૯૦% અંદાજવામાં આવી છે. વેપાર ભાગીદાર દેશો પર અમેરિકા દ્વારા જાહેર કરાયેલી રેસિપ્રોકલ ટેરિફને ધ્યાનમાં રાખતા ભારત ખાતેથી નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. ટેરિફ હાલમાં ૯૦ દિવસ માટે સ્થગિત કરાયા છે આમ છતાં તેને લગતા જોખમો યથાવત રહ્યા છે.

વર્તમાન વર્ષના માર્ચમાં માલસામાનની વેપાર ખાધ જે ૨૧.૫૪ અબજ ડોલર રહી હતી તે એપ્રિલમાં વધી ૨૬.૪૨ અબજ ડોલર રહી હતી, જે ૨૦ અબજ ડોલરની અપેક્ષા કરતા ઘણી વધુ છે. ૨૦૨૪ના એપ્રિલમાં વેપાર ખાધ ૧૯.૧૯ અબજ ડોલર રહી હતી. હાલમાં ચાલી રહેલી વેપાર ખલેલ વચ્ચે આયાતમાં વધારો થતાં વેપાર ખાધ વધી હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે. માર્ચની સરખામણીએ એપ્રિલની આયાતમાં ૧.૪૦ અબજ ડોલરનો વધારો થયો છે જ્યારે નિકાસ ૩.૫૦ અબજ ડોલર ઘટી છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

BHARTI AIRTEL

INFOSYS LTD

RELIANCE IND.

AURO PHARMA

error: Content is protected !!