રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૦ સામે ૮૧૩૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૭૬૨
પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૫૫ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૦૦ પોઈન્ટના
ઉછાળા સાથે ૮૨૫૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૧૫ સામે ૨૪૭૩૩
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૭૮
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતની મજબૂત આર્થિક વૃદ્વિના અંદાજો વચ્ચે રિટેલ તેમજ જથ્થાબંધ મોંઘવારીમાં
ઘટાડો સહિતના સકારાત્મક પરિબળોના કારણે તેમજ ભારે વોલેટિલિટી વચ્ચે ઓટો, મેટલ, આઈટી
અને રિયાલ્ટી શેરોમાં ખરીદીએ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર
ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો તેમજ સ્થાનિક સ્તરે
પણ આર્થિક ગ્રોથ વેગવાન હોવાના અંદાજ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથે ટ્રેડ ડીલ
મુદ્દે નિવેદન તેમજ ભારતે અમેરિકા સમક્ષ ઝીરો ટેરિફ ડીલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરતા
આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી ભારતીય શેરબજારમાં
મોટાપાયે ખરીદદાર બન્યા સાથે એપ્રિલમાં જથ્થાબંધ
ફુગાવો ૧૩ માસના તળિયે તેમજ રિટેલ ફુગાવો તેમજ છ વર્ષના તળિયે નોંધાતાં જીડીપી
ગ્રોથમાં મજબૂત ગ્રોથની શક્યતાઓ વધતા તેમજ આરબીઆઈ દ્વારા પણ આગામી મોનેટરી પોલિસી
બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની અપેક્ષાઓ વધી હોવાના કારણે અને વધુમાં વૈશ્વિક સ્તરે
પણ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, આર્થિક પડકારોમાં ઘટાડો થવાના કારણે શેરબજારને વેગ
મળ્યો હતો.
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઓટો, સર્વિસીસ, ઇન્ડસ્ટ્રીયલ,
મેટલ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને કોમોડિટીઝ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી,
જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૭ અને વધનારની સંખ્યા ૨૬૩૭
રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી
સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી
હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં માત્ર ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૧૬% ઘટ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૪.૧૬%,
એચસીએલ ટેકનોલોજી ૩.૫૬%, અદાણી પોર્ટ ૨.૬૦%, ઝોમેટો લિ. ૨.૩૬%, મારુતિ સુઝીકી ૨.૧૭%,
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૦૭%, એશિયન પેઈન્ટ ૨.૦૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૮૮% અને
ભારતી એરટેલ ૧.૭૭% વધ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો,
ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્વની સ્થિતિ અને ટેરિફ મામલે અમેરિકાની અનિશ્ચિતતા છતાં
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારોમાં પાછલા દિવસોમાં શેરોમાં સતત ૧૬
દિવસથી ખરીદદાર બન્યા બાદ ફોરેન ફંડોની ખરીદી અટકીને હવે નેટ વેચવાલ બનવા માંડયા
છે. ૧૫, એપ્રિલથી ભારતીય શેરોમાં એફપીઆઈઝએ સતત ૧૬ ટ્રેડિંગ સત્રમાં ૬ અબજ ડોલરથી
વધુ રોકાણ-ખરીદી કર્યા બાદ ૯, મે ૨૦૨૫ના વેચવાલ બન્યા બાદ ૧૩, એપ્રિલના પણ શેરોમાં
રૂ.૪૭૭ કરોડ જેટલી વેચવાલી કરી છે.
જ્યારે બીજી તરફ ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી મોટાપાયે ખરીદદાર બનતા જોવાયા છે. એફપીઆઈઝ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૯૦ દિવસ માટે ટેરિફનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યા ત્યારથી સતત શેરોમાં ખરીદદાર બન્યા હતા. જો કે કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝન એકંદર નિરૂત્સાહી રહેતા ફોરેન ફંડોની વેચવાલી જોવા મળી હતી. ત્યારે અગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in