May 14, 2025

Subscription
+91 99390 80808

May 14, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

નિફટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૫.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૪૮ સામે ૮૧૨૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૪૦ સામે ૨૪૬૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં મંગળવારે ૧૩૦૦ પોઈન્ટના કડાકો નોંધાયા બાદ સારું ચોમાસુ રહેવાનો અંદાજ, ફુગાવો – વ્યાજના દરમાં ઘટાડો, ચોથા ત્રિમાસિકના મજબૂત પરિણામો, સ્થાનિક વપરાશમાં વધારો તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતોના પગલે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે બુધવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઉપરાંત, ભારત – પાકિસ્તાન સીઝફાયર, રિટેલ મોંઘવારીમાં ઘટાડો સહિતના સકારાત્મક પરિબળોના કારણે સ્થાનિક બજારમાં સુધારા તરફી માહોલ જોવા મળ્યો હતો.

એપ્રિલ માસમાં રિટેલ ફુગાવો છ વર્ષના તળિયે નોંધાતાં જીડીપી ગ્રોથમાં મજબૂત ગ્રોથની શક્યતાઓ વધતા તેમજ આરબીઆઈ દ્વારા પણ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની અપેક્ષાઓ વધી હોવાના કારણે અને વધુમાં વૈશ્વિક સ્તરે પણ જિઓ – પોલિટિકલ ક્રાઈસિસ, આર્થિક પડકારોમાં ઘટાડો થવાના કારણે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૧ અને વધનારની સંખ્યા ૨૮૫૫ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૩.૮૮%, ઝોમેટો લિ. ૨.૧૮%, ટેક મહિન્દ્ર ૨.૦૨%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૫૬%, મારુતિ સુઝુકી ૧.૫૦%, ઇન્ફોસિસ લિ. ૧.૫૦%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૪૫%, એચસીએલ ટેકનોલોજી ૧.૦૭% અને ટીસીએસ લિ. ૦.૯૪% વધ્યા હતા, જયારે એશિયન પેઈન્ટ ૧.૭૮%, ટાટા મોટર્સ ૧.૨૬%, કોટક બેન્ક ૧.૧૧%, એનટીપીસી લિ. ૦.૮૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૮૪%, એચડીએફસી બેન્ક ૦.૬૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૩%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૪૦% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૧૯% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવ અન્ય દેશોની સમકક્ષ બનાવવાના આદેશ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવાથી ભારત પર બે બાજુથી અસર થવાની ધારણા છે. પ્રથમ, બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારત સહિત અન્ય બજારોમાં દવાઓના ભાવમાં વધારો કરશે અને તેની અસર ભારતીય દર્દીઓ પર પડશે. બીજું, ભારતીય ફાર્માસ્યુટિકલ નિકાસકારોને મધ્યમ ગાળામાં યુએસમાં ભાવ દબાણનો સામનો કરવો પડશે. અમેરિકા વિશ્વનો સૌથી મોટો ખરીદનાર અને પ્રિસ્ક્રિપ્શન દવાઓનો ભંડોળ આપનાર દેશ છે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે આ પગલાથી અન્ય દેશોમાં દવાઓના ભાવ વધશે અને વૈશ્વિક ભાવ તફાવત ઓછો થશે.

ઉપરાંત, અમેરિકા તથા ચીને એકબીજાના માલસામાન પર ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી ગઈ હોવાને કારણે ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. આ અગાઉ અમેરિકાએ ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને ૯૦ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઠંડી પડી ગઈ છે. ત્યારે અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

ACC LTD

BHARTI AIRTEL

ICICI BANK

AURO PHARMA

error: Content is protected !!