May 6, 2025

Subscription
+91 99390 80808

May 6, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૫.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૯૬ સામે ૮૦૯૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૫૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૬૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૫૩ સામે ૨૪૫૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૪૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૧૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારત-પાકિસ્તાન યુદ્ધના જોખમ વચ્ચે વિશ્વની બન્ને દેશોને તણાવ દૂર કરવા હાંકલ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલીક ટ્રેડ ડિલ થવાના અને ચાઈના સહિત વિશ્વના અન્ય દેશો સાથે ટેરિફ ઘટાડવા મામલે વિચારણાના સંકેત તેમજ અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ દેશના શેરબજારમાં ફરી વળેલી મંદી ગયા મહિને અટકી હતી, તેના પરિણામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતમાં ફરી મોટાપાયે ખરીદી ચાલુ રહેતાંની સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળોને કારણે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં આક્રમક તેજી જોવા મળી હતી, તેમજ કોર્પોરેટ પરિણામોની સીઝનમાં પણ પસંદગીના રિઝલ્ટ સારા આવ્યા સામે કેટલીક કંપનીઓના નબળા પરિણામોની બજારમાં મિશ્ર અસર જોવાઈ હતી. પરંતુ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું, વૈશ્વિક બજારોની સાવચેતી પાછળ આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી સમાપ્ત થઈ ગયા પછી ઊભરતી બજારોમાંથી વિદેશી ફંડોના થયેલા પલાયન બાદ ફરી વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી ભર્યો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક અસ્થિરતા અને અમેરિકી ડોલર નબળો પડવો તેમજ ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સહિતના પરિબળો વચ્ચે આ વિદેશી રોકાણકારોનો જંગી રોકાણ પ્રવાહ નોંધાયો. ટેરિફ વોર તથા આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી વિદેશી ફંડો પાછા ભારત સહીતની ઊભરતી બજારમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે, છેલ્લા ત્રણ સપ્તાહમાં વિદેશી મૂડી પ્રવાહમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં માર્ચ મહિનામાં નેટ ખરીદદાર બન્યા બાદ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી છે. જે છેલ્લા નવ મહિનામાં સૌથી લાંબો સમય ખરીદી નોંધાઈ છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૬૭ અને વધનારની સંખ્યા ૭૭૯ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૧.૬૬%, ટાટા સ્ટીલ ૧.૬૨%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૯%, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૨૮%, નેસ્લે ઇન્ડિયા ૧.૦૬%, મારુતિ સુઝુકી ૦.૬૫% અને એચસીએલ ટેક. ૦.૬૪% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૨.૦૯%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૦૧%, અદાણી પોર્ટસ ૧.૯૬%, એનટીપીસી લિ. ૧.૯૫% અને ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૭૮%, બજાજ ફાઈનાન્સ ૧.૫૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાની ટેરિફ નીતિમાં અનિશ્ચિતતા અને ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર જણાતા એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૦.૨% ઘટાડીને ૬.૩% કર્યો. એશિયા-પેસિફિક ક્ષેત્રની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ચીનનો વિકાસ દર ૦.૭% ઘટીને ૨૦૨૫માં ૩.૫% અને ૨૦૨૬ માં ૩% થવાની ધારણા છે. જયારે ભારત માટે, એસએન્ડપી એ ૨૦૨૫-૨૬ માં જીડીપી વૃદ્ધિ ૬.૩% અને ૨૦૨૬-૨૭ માં ૬.૫% રહેવાનો અંદાજ લગાવ્યો છે. માર્ચમાં, FY૨૬ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૭%થી ઘટાડીને ૬.૫% કર્યો હતો. યુએસ ટ્રેડ પોલિસીમાં ફેરફારો વિશ્વ વૃદ્ધિને ધીમી કરશે. જો ટેરિફ પોલિસી શોકની અસર વધશે, તો વૈશ્વિક અર્થતંત્રની ભૂમિકા અનિશ્ચિત બની શકે છે.

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત પાસે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉત્પાદનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક છે.  લાંબા સમય સુધી અનિશ્ચિતતાની ધારણા ખાનગી ક્ષેત્રને મૂડી નિર્માણ યોજનાઓ પર રોક લગાવવા તરફ દોરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વૈશ્વિક વિકાસને કારણે ઊભી થતી અનિશ્ચિતતાઓ વૃદ્ધિ માટે જોખમ બની શકે છે. ભૌગોલિક રાજકીય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત આ જોખમોને ઘટાડી વ્યૂહાત્મક વેપાર વાટાઘાટો, સ્થાનિક સુધારાઓ અને ઉત્પાદન રોકાણોમાં ઉભરતી તકોનો લાભ લઈ શકે છે. જ્યારે ભૂ-રાજકીય તણાવ, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો, ટેરિફ અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ વૈશ્વિક વિકાસ માટે જોખમો ઉભા કરે છે, ત્યારે ભારતીય અર્થતંત્ર પ્રત્યે સરકારનો દ્રષ્ટિકોણ સકારાત્મક બની શકે છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!