April 26, 2025

Subscription
+91 99390 80808

April 26, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૪.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૮૦૧ સામે ૭૯૮૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૬૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૧૫૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૨૧૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૭૩ સામે ૨૪૪૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૫૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

પબ્લિક અને કોર્પોરેટ અમેરિકા દ્વારા ટેરિફ મામલે વિરોધ વધતાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાઈના સાથે વાટાઘાટના અને ૧૪૫%થી ઓછી ટેરિફ શક્ય હોવાના નિવેદન સામે હવે ચાઈનાએ અક્કડ વલણ અપનાવી વાટાઘાટ નહીં, અમેરિકા સંપૂર્ણ ટેરિફ પાછી ખેંચે એવા આપેલા સંદેશે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલીની નોંધાતા ભારતીય શેરબજાર ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૫૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી અને આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૪૬ અને વધનારની સંખ્યા ૭૧૯ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લિ. ૧.૩૬%, ટેક મહિન્દ્ર ૧.૦૬%, ઇન્ફોસિસ લિ. ૦.૬૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૩૨%, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૨૭% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૬% વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ ૩.૬૧%, એકસિસ બેન્ક ૩.૪૮%, ઝોમેટો લિ. ૩.૪૧%, બજાજ ફિનસર્વ ૨.૮૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૫૬%, બજાજ ફાઈનાન્સ ૨.૦૧%, ટાટા મોટર્સ ૨.૦૦%, ટાટા સ્ટીલ ૧.૯૮% અને એનટીપીસી લિ. ૧.૮૬% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના માલસામાન તથા સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગમાં જોરદાર વધારા તથા નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને પગલે વર્તમાન મહિનાનો ભારતનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સઈન્ડેકસ વધી આઠ મહિનાની ટોચે જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલ માટેનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ ૬૦ રહ્યો છે જે માર્ચમાં ૫૯.૫૦ જોવા મળ્યો હતો. એપ્રિલમાં સતત ૪૫માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહ્યો છે જે સંબંધિત ક્ષેત્રમાં વિસ્તરણ સૂચવે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં નવા બિઝનેસમાં વધારાને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આવકાર્યો છે.

સપ્ટેમ્બર, ૨૦૧૪થી જ્યારથી પીએમઆઈ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારથી વર્તમાન વર્ષના એપ્રિલમાં નિકાસ ઓર્ડરમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રના ઓર્ડરમાં વધારો થયો છે, જો કે સેવાની સરખામણીએ ઉત્પાદન ક્ષેત્રમાં ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે. ડોલર સામે રૂપિયાના ઘસારાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્પર્ધાત્મક વધી છે ત્યારે અગામી દિવસોમાં ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક અર્થતંત્રની સાથે ભારતીય અર્થતંત્ર પર ખરાબ અસર થવાની શક્યતાએ દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

INDUS TOWERS

HIND PETRO.

D B CORP

GAIL (INDIA) LTD

error: Content is protected !!