રોકાણકાર મિત્રો,
આનંદ ને…!! તા.૨૪.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૧૧૬ સામે ૮૦૦૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૨૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા
મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૯ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૫
પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૮૦૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૧૨ સામે ૨૪૨૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.
નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ
જોવા મળ્યો…સરેરાશ ૧૩૫ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૪૫ પોઈન્ટ
બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકન પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈના
પર ટેરિફ ઘટાડવા અને આકરું વલણ છોડવા સંમત થયાના સંકેત અને અમેરિકાના ઉપપ્રમુખની
ભારત મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે વેપાર સંધિની દિશામાં સારી પ્રગતિના પોઝિટીવ
ડેવલપમેન્ટ અને બીજી તરફ ચાઈના પણ ભારત સાથે વેપાર વધારવા પ્રોત્સાહનો
આપવા તૈયાર થયાના અહેવાલ વચ્ચે આજે સતત સાત દિવસની તેજી બાદ આજે ઉછાળે નફારૂપી
વેચવાલી નોંધાતા સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં
ઘટાડો જોવા મળ્યો હતો.
જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ ૪૦%થી વધારી ૬૦%
કરતાં અને
ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ ૬.૩%થી ઘટાડી ૬.૧% કરતાં આજે
ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તથા ચીન પ્રત્યે
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની આક્રમકતા હળવી થતાં તેમજ અમેરિકાના ફેડરલ રિઝર્વ સામે
પણ હવે ટ્રમ્પનું વલણ હળવું થતાં આજે ડોલર ઈન્ડેક્સ સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો
જોવા મળ્યો હતો, જ્યારે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળા બાદ ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬%
અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ
પર માત્ર કોમોડિટીઝ, હેલ્થકેર, મેટલ અને સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી,
જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની
સંખ્યા ૨૦૧૫ અને વધનારની સંખ્યા ૧૯૨૦ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ
જોવાયો ન
હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ
સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૨૪%,
અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૭૭%, ટાટા મોટર્સ ૧.૨૬%, ટેક મહિન્દ્ર ૦.૯૪%, સન ફાર્મા ૦.૮૭%,
ટાઈટન કંપની લિ. ૦.૮૩%, એશિયન પેઈન્ટ ૦.૪૭%, બજાજ ફિનસર્વ ૦.૨૯% અને ટાટા સ્ટીલ ૦.૨૮%
વધ્યા હતા, જયારે હિન્દુસ્તાન યુનિલીવર ૪.૦૦%, ભારતી એરટેલ ૧.૯૬%, આઈસીઆઈસીઆઈ
બેન્ક ૧.૫૩%, ઝોમેટો લિ. ૧.૧૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૫૭%, એચસીએલ
ટેકનોલોજી ૦.૪૬%, એચડીએફસી બેન્ક ૦.૩૫%, કોટક બેન્ક ૦.૩૫% અને ટીસીએસ લિ. ૦.૩૨ ઘટ્યા
હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતની અર્થવ્યવસ્થા
સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવે છે, જ્યારે ઘણા દેશો યુએસ ટેરિફથી વધુ સીધી રીતે પ્રભાવિત થાય
છે.
અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે, ભારતને હવે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવી
રહ્યું છે.
જ્યારે ચીન યુએસ ટેરિફના જવાબમાં આક્રમક વલણ અપનાવી રહ્યું
છે,
ત્યારે ભારતે શાંત વલણ અપનાવ્યું છે અને યુએસ સાથે કામચલાઉ
વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિ પર ખરાબ અસર જણાય છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઇએમએફ દ્વારા આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩%ની આગાહીની સરખામણીમાં ૨.૮% જ થવાની ધારણાં મૂકી છે. યુએસ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા હોઇ ચીનનો વૃદ્ધિ દર પણ આ વર્ષે ઘટીને ૪% થવાની સંભાવના છે. જે અગાઉ કરતાં ૧.૫% ઓછો છે. ટ્રમ્પ હવે શું કરશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી યુએસ અને દુનિયાના અર્થતંત્ર પર તેની મોટી અસર પડશે. વેપાર નીતિઓ કેવી રીતે ઘડાય છે તેના આધારે કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ અને વિસ્તરણના નિર્ણયો લેતી હોવાથી આ અનિશ્ચિતતાને કારણે વૃદ્ધિ ધીમી પડશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in