February 27, 2025

+91 99390 80808

February 27, 2025

| +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૨૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૨૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૬૦૨ સામે ૭૪૭૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૫૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૬૧૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૮૨ સામે ૨૨૫૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૪૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે વૈશ્વિક વેપાર યુદ્વ સાથે જીઓપોલિટીકલ યુદ્વનું જોખમ ઝળુંબતું રહી ફરી ટ્રમ્પે ચાઈનાને ટેરિફ, ઈન્વેસ્મેન્ટ મામલે ભીંસમાં લેતાં અને કેનેડા, મેક્સિકો પર ટેરિફ લાદવાની ધમકી ઉચ્ચારતા ખાસ એશીયાના બજારો ડામાડોળ થયા હતા. જ્યારે ભારતીય શેરબજારમાં આજે બે તરફી અફડાતફડીના અંતે પસંદગીના શેરોના લેવાલીએ બજાર વોલેટીલિટીના અંતે મજબૂત રાખ્યું હતું. અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ફરી તૂટતાં અને ફોરેન ફંડોની સતત વેચવાલીએ શેરોમાં ફંડો મોટી ખરીદીથી દૂર રહેતાં અને ચાઈના પાછળ ઇન્ડસ્ટ્રીયલ શેરો તૂટતાં અને રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડઝ, ઓટો શેરોમાં નરમાઈએ નિફટી ફ્યુચર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યો હતો.

યુક્રેન અને અમેરિકા વચ્ચે મિનરલ્સ ડિલ માટે સંમતિના અહેવાલ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલા વૈશ્વિક વેપાર યુદ્વમાં ચાઈનાને ભીંસમાં લેવા ટ્રમ્પ અવારનવાર આકરાં ટેરિફનું શસ્ત્ર ઉગામતા રહી, અમેરિકાના ચાઈનામાં જંગી રોકાણને પાછું ખેંચવાની ચીમકી આપી રહ્યા હોઈ ચાઈનાએ તેના અર્થતંત્રને આ પડકારો વચ્ચે મજબૂત કરવા ચાઈનાના ટોપ બિઝનેસ ટાયકૂનો સાથે મીટિંગોનો દોર સાથે હવે ચાઈનાએ તેની બેંકોને ૫૫ અબજ ડોલરનું જંગી પેકેજ-ફંડિંગ જાહેર કરતાં ચાઈનીઝ શેરબજારોમાં તોફાની તેજી સાથે વૈશ્વિક બજારોમાં તેજી તરફી મહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરિફ વોર અને આર્થિક અનિશ્ચિતતાઓના કારણે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૩૦ અને વધનારની સંખ્યા ૯૪૩ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૨.૫૯%, બજાજ ફાઈનાન્સ ૨.૩૯%, સન ફાર્મા ૧.૬૩%, ઝોમેટો લિ. ૧.૫૩%, ટાટા સ્ટીલ ૧.૧૭%, નેસ્લે ઇન્ડિયા ૧.૦૮%, એચડીએફસી બેન્ક ૦.૯૪%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૭૮% અને એકસિસ બેન્ક ૦.૭૦% વધ્યા હતા, જયારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૯૯%, ટાટા મોટર્સ ૨.૦૫%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૯૫%, કોટક બેન્ક ૧.૪૩%, એનટીપીસી લી. ૧.૦૦%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૯૯%, આઈટીસી લી. ૦.૮૪%, મારુતિ સુઝુકી ૦.૭૫% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૬૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીને પરિણામે વેપાર પ્રવૃત્તિઓ પર અસર પડતા વર્તમાન મહિનામાં કેશ તથા ડેરિવેટિવ સેગમેન્ટ બન્નેમાં સરેરાશ દૈનિક ટર્નઓવર નોંધપાત્ર ઘટી ગયો છે. બીએસઈ તથા એનએસઈના ડેટા પ્રમાણે, બન્ને એકસચેન્જો પર કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર વર્તમાન મહિનામાં ઘટી રૂપિયા એક લાખ કરોડની અંદર સરકી ગયું છે, જે નવેમ્બર, ૨૦૨૩ બાદ પહેલી વખત જોવા મળ્યું છે. એટલુ જ નહીં ફેબ્રુઆરી માસમાં સતત આઠમા મહિને ટર્નઓવરમાં માસિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બરથી સેબીએ એકસચેન્જ દીઠ એક વીકલી એકસપાઈરી અને ઊંચા એકસ્ટ્રીમ લોસ માર્જિનનું ધોરણ લાગુ કર્યું છે.

આ ઉપરાંત ૧લી એપ્રિલથી પોઝિશન્સની ઈન્ટ્રાડે દેખરેખનો નિયમ પણ લાગુ થઈ રહ્યો છે, આને કારણે પણ વેપાર વોલ્યુમમાં વધુ ઘટાડો જોવા મળવા સંભવ છે. ગયા વર્ષના ઓકટોબર બાદ બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ઉપરાંત મિડકેપ, સ્મોલકેપ તથા સેકટરલ ઈન્ડેકસમાં જોરદાર ધોવાણ થઈ રહ્યું છે જેને કારણે રોકાણકારોનું માનસ ખરડાયું છે. ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં સેન્સેકસ તથા નિફટીમાં ત્રણ ટકા જ્યારે બીએસઈ મિડકેપ ૬% અને સ્મોલકેપ્સ ઈન્ડેકસ ૮% જેટલા ઘટી ગયા છે. ભૌગોલિકરાજકીય તાણને કારણે પણ રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે એટલું જ નહીં બેન્કો દ્વારા થાપણ દરોમાં તાજેતરમાં કરાયેલા વધારાથી રોકાણકારો મુદતી થાપણ તરફ વળી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

ACC LTD

CIPLA LTD

BATA INDIA

ADANI PORTS

error: Content is protected !!