રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની
શરૂઆતે બીએસઇ
સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૮૩ સામે ૭૮૭૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૨૧૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા
મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૧૯ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૨ પોઈન્ટના
ઘટાડા સાથે ૭૮૨૭૧ પોઈન્ટ
બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૮૫
સામે ૨૩૮૨૫ પોઈન્ટના મથાળેથી
ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૭૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ
જોવા મળ્યો…સરેરાશ ૯૮ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૭૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ વોરની આક્રમક ચીમકી આપીને તાજેતરમાં
કેનેડા અને મેક્સિકો પર ૨૫% અને ચાઈના પર ૧૦% એડીશનલ ટેરિફ લાદ્યા બાદ વાટાઘાટ થકી
કેનેડા અને મેક્સિકો પર હાલ તુરત એક મહિના માટે ટેરિફ અમલને બ્રેક લગાવતાં અને
બીજી તરફ ચાઈના પર ૧૦% ટેરિફમાં કોઈ ફેરફાર નહીં કરતાં સામે ચાઈનાએ અમેરિકાની
ચીજોની આયાત પર ટેરિફ લાદતા અને ગુગલ મામલે તપાસના આદેશ છોડતાં એડવાન્ટેજ ઈન્ડિયા
બન્યું હોય એમ ગઈકાલે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે આજે ઉછાળે
નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, મેક્સિકો તથા કેનેડા સામે
ટેરીફનો અમલ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા એક મહિનો પાછો ઠેલવાતા ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડના
વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા એપ્રિલ મહિનાથી ઉત્પાદન કાપમાં કપાત કરી
ઉત્પાદન વધારવામાં અહેવાલે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯%
અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, એફએમસીજી, કન્ઝ્યુમર
ડયુરેબલ, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી, ઓટો અને બેંકેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી,
જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની
સંખ્યા ૧૪૧૭ અને વધનારની સંખ્યા
૨૫૪૮ રહી હતી,
૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન
હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧
શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી હોટેલ્સ ૨.૭૦%, અદાણી પોર્ટ
૧.૬૦%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૨૦.%, ટાટા મોટર્સ ૦.૯૧%, એચડીએફસી બેન્ક ૦.૮૯%, ટાટા
સ્ટીલ ૦.૭૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૨%, બજાજ ફાઈનાન્સ ૦.૩૫%, એનટીપીસી લી. ૦.૧૩%
અને ટેક મહિન્દ્ર ૦.૦૮% વધ્યા હતા, જયારે એશિયન પેઈન્ટ ૩.૩૮%, ટાઈટન કંપની ૩.૦૨%,
નેસ્લે ઇન્ડિયા ૨.૨૩%, હિન્દુસ્તાન યૂનિલિવર ૨.૦૩%, લાર્સેન લી. ૧.૭૨%, સ્ટેટ
બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૬૮%, આઈટીસી લી. ૧.૫૯%, ઝોમેટો લિ. ૧.૩૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૧૯%
અને બજાજ ફિનસર્વ ૦.૯૮% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, રિટેલ
રોકાણકારોનું હોલ્ડિંગ વધી વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. ભારતીય ઈક્વિટીસમાં
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની
સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગનો તફાવત સતત ઘટી રહ્યો છે
અને ડીઆઈઆઈ પાસે ઈક્વિટીસનું હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગને પાર કરી જવાની
તૈયારીમાં છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ
હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. એનએસઈમાં લિસ્ટેડ
શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૧૭.૨૩% સાથે ૧૨
વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦% પહોંચી
ગયું હતું. આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩% તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના
માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦% જેટલુ ઊંચુ હતું.
ડિસેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ભારતની સેકન્ડરી બજારમાં રૂ.૧.૫૬ લાખ કરોડના શેર વેચ્યા હતા જ્યારે પ્રાઈમરી માર્કેટમાં રૂ.૫૫૫૮૦ કરોડની ઈક્વિટીસ ખરીદ કરી હતી. જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડસ તથા અન્ય નાણાં સંસ્થાઓ સહિત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧.૮૬ લાખ કરોડની લેવાલી રહી હતી. બીજી બાજુ પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટી ૪૧.૦૮% રહ્યું હતું. ઊંચા મૂલ્યાંકને હિસ્સાના વેચાણને કારણે પ્રમોટરના હોલ્ડિંગમાં ઘટાડો થયો છે. રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી ૭.૬૯% સાથે વિક્રમી સ્તરે નોંધવામાં આવ્યું છે. ત્યારે અગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની યોજનારી મોનેટરી પોલિસી તેમજ ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in