February 4, 2025

+91 99390 80808

February 4, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૫૦૦ સામે ૭૭૬૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૦૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૨૦ સામે ૨૩૫૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૪૨૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૫૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

નાણામંત્રીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાતના પગલે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડીના અંતે ફ્લેટ બંધ રહ્યા હતા. એફએમસીજી, રિયાલ્ટી, ઓટોમાં આકર્ષક ખરીદી જોવા મળી હતી, જ્યારે પાવર, મેટલ, કેપિટલ ગુડ્સ, એનર્જી, પીએસયુ શેરોમાં કડાકો નોંધાયો હતો. માર્કેટમાં એકંદરે ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી અંદાજીત ૨૬ હજાર કરોડ ઘટી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડિસ્ક્રીનરી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, સર્વિસસ, ટેલિકોમ્યુનિકેશન અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૯ અને વધનારની સંખ્યા ૨૦૮૧ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૭.૧૭%, મારુતિ સુઝુકી ૪.૯૮%, આઈટીસી હોટેલ્સ ૪.૭૧%, આઈટીસી લી. ૩.૩૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૯૬%, એશિયન પેઈન્ટ ૨.૧૬%, ટાઈટન કંપની ૧.૮૧%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૭૬%, બજાજ ફાઈનાન્સ ૧.૪૭%, હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૪૫%, એકસિસ બેન્ક ૧.૨૪% અને બજાજ ફિનસર્વ ૦.૯૮% વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૭૧%, લાર્સન એન્ડ ટુબ્રો ૩.૩૬%, એનટીપીસી લી. ૨.૦૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૦૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૮૭%, ટેક મહિન્દ્ર ૧.૭૧%, ઇન્ફોસિસ લી. ૧.૫૦%, અદાણી પોર્ટ ૧.૪૭%, ટાટા સ્ટીલ ૧.૨૬%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૯૧%, ટીસીએસ લી. ૦.૮૬%, એચડીએફસી બેન્ક ૦.૫૫% અને ૦.૨૬% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચી દીધો હતો. આ બજેટ ગરીબો માટે, યુવાનોની રોજગારીની તકો ઊભી કરવા, કૃષિ ક્ષેત્રે અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ઈન્સ્યોરન્સ, ફાર્મા, હેલ્થકેર, એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રકચર, ટુરિઝમ, પોર્ટ કનેક્ટીવીટી, ઉડાન, ઈન્વેસ્ટમેન્ટ અને નિકાસ પર પણ મહત્તમ સુધારા જાહેર કરવામાં આવ્યા હતા.

બજેટમાં બિહાર પર અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી. જેમાં બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે. પટણા એરપોર્ટને પણ વિકસિત કરાશે. આ સાથે મિથિલાંચલમાં સિંચાઈ યોજના ઊભી કરવામાં આવશે. આ પહેલા અહીં મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. વીમા ક્ષેત્રમાં ૧૦૦% એફડીઆઈની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે વીમા ક્ષેત્રમાં સ્પર્ધા વધશે, ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે, વિદેશી કંપનીઓ દ્વારા રોકાણ વધશે, પ્રીમિયમ સસ્તું થઇ શકે છે તેમજ વધુ સારું કવરેજ મળી રહેશે.

આ ઉપરાંત પર્સનલ ટેક્સમાં મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને ખૂબ સારો બેનિફિટ જાહેર કરવામાં આવ્યો. જેમાં ખાસ કરીને ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરીને નાણામંત્રીશ્રીએ સૌને ચોંકાવી દીધા હતા. આ નિર્ણયનો ખાસ લાભ દેશના મધ્યમવર્ગ અને નોકરિયાત વર્ગને થશે. આ સાથે ખેડૂતો, શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ, ઈલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં દેશના ગ્રોથનું મહત્ત્વનું એન્જિન એમએસએમઈ માટે ખાસ જાહેરાતો કરવામાં આવી છે ત્યારે હવે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું કેન્દ્રીય બજેટ હાલના પડકારોને પૂરતા પ્રતિસાદ આપનારું બની રહેશે કે કેમ તે જોવાનું રહ્યું.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

KOTAK BANK

BAJAJ FINSERV

SUN PHARMA

TATA COMM.

error: Content is protected !!