January 30, 2025

+91 99390 80808

January 30, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૨૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૨૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૧.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૬૬ સામે ૭૫૬૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૫૬૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૯૦૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૮૪૬ સામે ૨૨૯૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૮૭૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૯૭૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે મંગળવારે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ ૮૫૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે. નિફ્ટી પણ ફરી પાછું ૨૩૦૦૦નું લેવલ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. બેન્કિંગ, ઓટો અને રિયાલ્ટી સેગમેન્ટમાં લેવાલી વધતાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે સ્મોલકેપ, મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી રહી છે. રજૂ થનારા બજેટ પૂર્વે અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીનું વલણ દર્શાવ્યું છે.

સ્મોકકેપ ઈન્ડેક્સ ગઈકાલે ૧૦૦૦ પોઈન્ટથી વધુ તૂટ્યા બાદ આજે વધુ ૯૦૦ પોઈન્ટ તૂટ્યો છે. અનંતરાજ, પાવર ઈન્ડિયા, અપાર ઈન્ડસ્ટ્રીઝ સહિતના ઘણા સ્મોલકેપ શેર્સ ૨૦% સુધી તૂટ્યા છે. મીડકેપ શેર્સ પણ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આજે ઓટો, રિયાલ્ટી અને બેન્કિંગ શેર્સમાં નીચા મથાળેથી ખરીદી વધી છે. આ સિવાય મોટાભાગના સેગમેન્ટમાં માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્શિયલ સર્વિસ, ઓટો, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૬૬ અને વધનારની સંખ્યા ૧૩૦૮ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એક્સીસ બેન્ક ૩.૬૯%, ડીએલએફ ૩.૧૭%, ટાટા મોટર્સ ૨.૩૨%, રામકો સિમેન્ટ્સ ૨.૧૪%, એચડીએફસી બેન્ક ૨.૨૮%, સિપ્લા ૧.૫૩%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૨૬%, ભારતી ઐરટેલ ૧%, વોલ્ટાસ લિ. ૦.૯૮% વધ્યા હતા, જયારે સન ફાર્મા ૪.૫૧%, ઇપ્કા લેબ ૪.૩૪%, ઓરબિંદો ફાર્મા ૨.૯૮%, લ્યુપીન લિ. ૨.૫૫%, લાર્સેન લિ. ૧.૨૪%, આઈટીસી ૧.૨૨%, એચસીએલ ટેકનોલોજી ૧.૦૭% ઘટ્યા હતા.    

બજારની ભાવિ દિશા…. મિત્રો, કંપનીઓના ડિસેમ્બર ૨૦૨૪ના અંતના ત્રિમાસિક પરિણામો પણ અત્યાર સુધી જે કંપનીઓના જાહેર થયા છે, એ પૈકી મહત્તમ સાધારણથી નબળા જાહેર થઈ રહ્યા હોઈ શેરોમાં વેચવાલીનું દબાણ વધી રહ્યું છે. આ સાથે હજુ વૈશ્વિક મોરચે ટ્રમ્પ સરકારના કેવા અને કેટલા નિર્ણયો ઉથલપાથલ મચાવશે એની અનિશ્ચિતતાને લઈ ફંડો પણ નવા કમિટમેન્ટથી દૂર રહેતા જોવાયા છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ટ્રમ્પના એનર્જી ઈમર્જન્સી જાહેર કરવાને લઈ પાછલા દિવસોમાં વધ્યા બાદ જે પ્રકારે ટ્રમ્પ તેના ટેરિફ મામલે આક્રમક વલણમાં પીછેહઠ બતાવી રહ્યા છે, એ જોતા રિન્યુએબલ એનજી મામલે પણ તેમની નીતિમાં રોલબેકની સંભાવનાને લઈ ક્રુડના ભાવ વધતાં અટક્યા છે.

જ્યારે સ્થાનિક સ્થળે હવે ૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ના આગામી શનિવારે રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં કેવી જોગવાઈઓ આવશે એની પણ અટકળોને લઈ આગામી સપ્તાહમાં ખેલંદાઓ, ફંડો સાવચેત બની જવાની શકયતા જોવાઇ રહી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામન આવક વેરામાં રાહત આપીને અને લોકની ખર્ચપાત્ર આવકમાં વધારો કરવાની પ્રોત્સાહક જોગવાઈ લાવી શકે છે. આ સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે વધુ જોગવાઈ લાવીને આ ક્ષેત્રની વૃદ્વિને વેગ આપી શકે છે. શેરોમાં કડાકા બાદ હવે કોન્સોલિડેશન થતું જોવાઈ શકે છે.

બજારમાં સતત વેચવાલીને કારણે ભારતના શેરબજારનું વેલ્યુએશન ઓછામાં ઓછા ૩૦ મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયું છે. હાલમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ૨૧.૯ ગણા ભાવથી અર્નિંગ મલ્ટિપલ (પીઈ) પર ટ્રેડ કરી રહ્યો છે જે જૂન ૨૦૨૨ પછી સૌથી નીચો છે. જૂન ૨૦૨૨ સુધીના સમયગાળાને બાદ કરતાં, સેન્સેક્સનું વર્તમાન મૂલ્ય જૂન ૨૦૨૦ પછી સૌથી નીચું છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

BHARTI AIRTEL

HAVELLS INDIA

CIPLA LTD

VOLTAS LTD

error: Content is protected !!