રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૮૩૮ સામે ૭૬૧૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૫૮૧૬
પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૪૭ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૬ પોઈન્ટના
ઉછાળા સાથે ૭૬૪૦૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૧૦૩ સામે ૨૩૧૬૪
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૦૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૧૯૮
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય
શેરબજારમાં મંગળવારે થયેલા મોટા કડાકા સાથે સાત માસના તળિયે નોંધાયા બાદ આજે સપ્તાહના
ત્રીજા દિવસે આઈટી અને ટેક્નોલોજી શેરોમાં મોટાપાયે લેવાલીના પગલે બીએસઈ સેન્સેક્સ
૬૦૦ પોઈન્ટથી વધુ તેમજ નિફ્ટી ફ્યુચર અંદાજીત ૧૦૦ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા.
મેક્સિકો
અને કેનેડા પર ૨૫%ની ટેરિફ વધારવાની સાથે આગામી મહિનાઓમાં વિશ્વભરના દેશો પર
વધતે-ઓછે અંશે ટેરિફમાં વધારો થશે એવી સંભાવના પાછળ ભારત પણ આમાંથી બાકાત નહીં રહે
તેવી દહેશતે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.
જાન્યુઆરી
માસમાં સ્થાનિક ફંડો અને સંસ્થાઓની અંદાજીત રૂ.૫૩૫૦૦ કરોડની ખરીદી સામે એફપીઆઇએ
રૂ.૫૧૦૦૦ કરોડની વેચવાલીના દબાણે સેન્સેક્સ-નિફ્ટી અંદાજીત ૨.૫% ઘટ્યા છે જયારે
મિડકેપ તેમજ સ્મોલકેપમાં ૫%થી વધુનો ઘટાડો થયો છે. એફઆઈઆઈની સતત વેચવાલી તેમજ
આર્થિક મંદીની ભીતિ વચ્ચે રોકાણકારો ટ્રમ્પની નીતિ અને આગામી બજેટમાં રજૂ થનારી
જાહેરાતો મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ટ્રમ્પના
આગમન પછી આરંભમાં નીચો ઉતર્યો હતો પરંતુ ત્યારબાદ ટ્રમ્પ દ્વારા કેનેડા તથા
મેક્સિકો પર ફેબ્રુઆરી માસથી ૨૫% સુધીની ટેરીફ લાદવાનો સંકેત અપાતાં ડોલર સામે
રૂપિયામાં મોટી અફડાતફડી જોવા મળી હતી, જયારે ટ્રમ્પે અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન
વધારવા તથા વ્યુહાત્મક સ્ટોક વધારવાના સંકેતોએ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો
હતો.
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઇટી, ટેક, બેન્કેકસ,
ફાઈનાન્શિયાલ સર્વિસ અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા
તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૦૨ અને વધનારની સંખ્યા ૧૧૪૨
રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં ઇન્ફોસિસ લી. ૩.૧૬%, ટીસીએસ લી. ૨.૯૭%, ટેક મહિન્દ્ર ૨.૨૮%, સન
ફાર્મા ૧.૭૮%, બજાજ ફિનસર્વ ૧.૬૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૪૩%, બજાજ ફાઈનાન્સ ૧.૪૩%,
એચડીએફસી બેન્ક ૧.૪૨%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૨૭%, કોટક બેન્ક ૧.૨૫%, મારુતિ સુઝુકી ૧.૨૧
અને ઝોમેટો લિ. ૦.૮૪% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૨.૨૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન
૧.૨૪%, એકસિસ બેન્ક ૧.૦૨%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૬%, એનટીપીસી લી. ૦.૫૬%,
લાર્સેન લી. ૦.૫૫%, ટાટા સ્ટીલ ૦.૫૪%, અદાણી પોર્ટ ૦.૩૪% અને આઈટીસી લી. ૦.૦૫%
ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો,
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે દેશનો જીડીપી વૃદ્ધિ
દર ૬.૪%
રહેવાનો અંદાજ જાહેર કર્યો છે, જ્યારે ગત નાણાકીય વર્ષમાં દેશની
અર્થવ્યવસ્થા ૮.૨%ના દરે વૃદ્ધિ પામી હતી. છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે
બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને
સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ
શકે છે, જો કે હવે વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળતા
વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર
વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
ઉપરાંત, આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળતા હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આરબીઆઈની પોલિસી બેઠક પર ભારતીય શેરબજારની નજર રહેશે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in