રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૨૪૮ સામે ૭૭૯૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૫૬૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૧૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૮૧૬ સામે ૨૩૭૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૦૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૮૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે અમેરિકામાં ક્રેડિટ કાર્ડ લોનની ચૂકવણીમાં ડિફોલ્ટરોનો આંક વર્ષ ૨૦૧૦ બાદની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જવાના સમાચાર અને અમેરિકા પર વધતા જતાં ચિંતાજનક દેવા બોજની સ્થિતિને લઈ ગઈકાલે અમેરિકી શેરબજારમાં કડાકો નોંધાતા તેની અસર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વિદેશી રોકાણકારોની ગેરહાજરી તેમજ વેકેશન મૂડમાં આજે જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકામાં સત્તારૂઢ થનારા ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ કેવી રહેશે એની અટકળો વચ્ચે આજે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના અંતિમ દિવસે ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કેલેન્ડર વર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાઓ વચ્ચે શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સાથે કેટલાક સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો દ્વારા વર્ષાંતે પોર્ટફોલિયો ફેરબદલ કરી ઘણા શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરવામાં આવી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આયાતકારો તરફથી સતત માંગ અને વિદેશી ફન્ડોના આઉટફલોને પરિણામે સ્થાનિક સ્તરે ડોલર સામે રૂપિયો તેની ઓલટાઈમ નીચી સપાટીએ જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવ પ્રમાણમાં સ્થિર જોવા મળ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, રિયલ્ટી અને ફાઈનાન્શીયલ સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૭ અને વધનારની સંખ્યા ૨૩૨૧ રહી હતી, ૧૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક બેન્ક ૨.૪૯%, આઈટીસી લી. ૧.૩૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૦%, ટાટા મોટર્સ ૦.૯૫%, ટાટા સ્ટીલ ૦.૮૮%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૮૬%, અદાણી પોર્ટ ૦.૭૯%, લાર્સેન ૦.૭૨% અને એનટીપીસી લી. ૦.૬૩% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર ૨.૩૫%, ઝોમેટો લિ. ૧.૭૩%, ટીસીએસ લી. ૧.૪૮%, ઇન્ફોસિસ લી. ૧.૩૧%, આઈસીઆઈસી બેન્ક ૦.૯૨%, બજાજ ફાઈનાન્સ ૦.૮૩%, હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૬૯%, એચસીએલ ટેકનોલોજી ૦.૫૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૩૮%, એચડીએફસી બેન્ક ૦.૩૫% અને બજાજ ફિનસર્વ ૦.૩૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકા બે દાયકા કરતાં વધુ સમયથી ભારતનું ટોચનું વેપારી ભાગીદાર રહ્યું છે અને ટોચના પાંચ આયાત સ્ત્રોતોમાંનું એક છે. ભારતનું ૧૬મું વેપારી ભાગીદાર ચીન આ સદીમાં તેનું બીજું સૌથી મોટું ભાગીદાર બન્યું છે. આ સિવાય ચીન ભારત માટે આયાતનો સૌથી મોટો સ્ત્રોત પણ છે. આર્થિક સર્વેક્ષણ ૨૦૨૩-૨૪ મુજબ, વિકાસશીલ પ્રદેશો – એશિયા અને આફ્રિકા – માટે ભારતની કુલ નિકાસ નાણાકીય વર્ષ ૧૯૯૯ – ૨૦૦૦માં ૪૨.૯%થી વધીને નાણાં વર્ષ ૨૦૨૪માં ૫૨% થઈ છે. યુએઈ, સિંગાપોર, ચીન, રશિયા અને ઓસ્ટ્રેલિયા ભારતના મુખ્ય નિકાસ ભાગીદારો તરીકે ઉભરી આવ્યા છે ત્યારે આરબીઆઈએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારાના અવકાશ સાથે આગામી નાણાકીય વર્ષમાં સકારાત્મક અસરો જોવા મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારતનો જીડીપી ગ્રોથ ૬.૬% રહેવાનો અંદાજ આપ્યો છે. ગ્રામીણ વપરાશને વેગ આપવા સરકારી ખર્ચ અને રોકાણમાં તેજી તેમજ સેવાઓની નિકાસને પણ વેગ મળવાની શક્યતા છે. નાણાકીય સંસ્થાઓ અને બેન્કોની બેલેન્સશીટમાં સુધારો જોવા મળ્યો છે. વધારાની મૂડી, વ્યાજમાંથી મજબૂત કમાણી, આવક અને સંપત્તિની ગુણવત્તામાં સુધારો નોંધાતા એનબીએફસીની સ્થિતિમાં સુધારો થયો છે. ગ્રોસ એનપીએ ઘટી છે. નાણાકીય સિસ્ટમમાં સ્થિરતા અને ટકાઉપણું જોવા મળ્યું છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માંગમાં સુધારાના કારણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિર રહેવાની સંભાવના છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.