December 12, 2024

+91 99390 80808

December 12, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૨.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૦૮ સામે ૮૧૫૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૧૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૯૪ સામે ૨૪૭૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૧૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૮૨ પોઈન્ટ બંધ થયેલ...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

મંગળવારે શેરબજાર ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ તેજી બંધ થયો હતો.ભારત તથા અમેરિકાના વર્તમાન સપ્તાહમાં  જાહેર થનારા ફુગાવાના આંક તથા સીરિયાની સરકારના પતન બાદ મધ્યપૂર્વમાં અશાંતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો.ગયા સપ્તાહની રેલી બાદ બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ  રેન્જબાઉન્ડ  રહી ઘટાડે  બંધ રહ્યા હતા.સેન્સેક્સ ૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૧૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૬૮૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૬૯૯ પોઈન્ટના સ્તરે બંધ થયો.

નવેમ્બરમાં વાહનોના વેચાણમાં મિશ્ર સ્થિતિ જોવા મળી હતી.સમાપ્ત થયેલા નવેમ્બરમાં વાહનોના વેચાણના મિશ્ર આંક ઉપરાંત ઈન્વેન્ટરીના ઊંચા સ્તરને પગલે ઓટો શેરો દબાણ હેઠળ રહ્યા હતા. ટુ વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે પરંતુ અપેક્ષા કરતા નીચી રહી છે જ્યારે ઊતારૂ વાહનોનું વેચાણ ઘટયુ છે, જેની અસર કંપનીઓના શેરભાવ પર જોવા મળી હતી. આ ઉપરાંત ઈન્વેન્ટરીના ઊંચા સ્તરને કારણે પણ ઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે.

અમેરિકામાં બાયોસિક્યોર એકટ મુદ્દે અનિશ્ચિતતાને પરિણામે  ફાર્મા શેરોમાં નરમાઈ જોવા મળી હતી. સદર એકટ અમેરિકાના બાયોટેક ઉદ્યોગમાં ચીનની કંપનીઓના પ્રભાવને મર્યાદિત બનાવશે  અને ભારતની કંપનીઓને તેમની હાજરી વધારવામાં  મદદ મળશે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે, પરંતુ એક મુખ્ય ડિફેન્સ બિલમાંથી બાયોસિક્યોર એકટને બાકાત રખાતા અમેરિકા ચીનની કંપનીઓ પ્રત્યે કુણુ વલણ દાખવી રહ્યાના અહેવાલે અહીં કેટલીક કંપનીઓના શેરભાવ પર અસર કરી હતી. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,હિન્દુસ્તાન યુનીલીવર,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,સન ફાર્મા,વોલ્ટાસ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,ઈન્ડીગો,એચડીએફસી એએમસી,અદાણી એન્ટર.,એસીસી,ગ્રાસીમ,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૫ અને વધનારની સંખ્યા ૨૦૧૯ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન, યુદ્વના વાદળો વિખેરાવા લાગ્યા બાદ હજુ ઈઝરાયેલ અને રશિયાના છમકલા છતાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સુકાન સંભાળતા પૂર્વે યુદ્વની સ્થિતિ વધુ  હળવી થવાની અને વિશ્વનું  ફોક્સ આર્થિક વિકાસ પર આવી જવાની અપેક્ષાએ તેજીનો સળવળાટ વધ્યો છે. જેમાં પણ ચાઈના માટે અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ વૃદ્વિને વેગ મળતો જોવાઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અપેક્ષા મુજબ જાળવી રાખ્યા છતાં લિક્વિડિટી વધારવા પગલાં લીધા છે. આગામી દિવસોમાં શેરોમાં તેજીનો દોર આગળ વધવાની પૂરી શકયતા છે.

૨૦૨૫માં ઉદાર નાણાં નીતિ અપનાવવાની ચીને કરેલી જાહેરાત બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)નું ભારત તરફ કેવુ વલણ રહે છે, તે જોવાનું રહેશે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી.ભારતીય શેર બજારોમા ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરરો (એફપીઆઈઝ) શેરોમાં નેટ ખરીદદાર બનવા લાગતાં ફુલગુલાબી તેજી દેખાવા લાગી છે. વિદેશી ફંડોની અગાઉ સતત વેચવાલી અને ઘણા શેરોમાં ઓવરવેલ્યુએશનના કારણે તેજીની અતિની ગતિને બ્રેક લાગી  હતી.હવે શેરોમાં મોટું કરેકશન આવી ગયા  બાદ ઘણા શેરોમાં વાસ્તવિક વેલ્યુએશન દેખાવા લાગ્યું છે.જેના પરિણામે ફંડોએ આકર્ષક વેલ્યુએશને મળતાં અને ઘટી ગયેલા  શેરોમાં મોટી ખરીદી કરીને તેમના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા લાગ્યો છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

CIPLA

ADANI PORTS

TATA CONSUMER

HDFC LIFE

error: Content is protected !!