રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૧.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૭૬
સામે
૭૯૭૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૪૫૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી
દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૧૦ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૦૧ પોઈન્ટના
ઉછાળા સાથે ૭૯૩૭૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૨૯૫ સામે ૨૪૩૬૭ પોઈન્ટના મથાળેથી
ખુલીને ૨૪૨૬૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી
લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૦૦ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૬ પોઈન્ટના ઉછાળા
સાથે ૨૪૫૯૨ પોઈન્ટ
આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક
પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના ચૂંટણી પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પની લીડને ધ્યાનમાં લેતાં ભારતીય
શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૧૦૦૦પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ ૪૦૦
પોઈન્સ ના ઉછાળા સાથે ૨૪૬૦૦ નું લેવલ ક્રોસ કરીયુ હતું. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના અંતે આજે સુધારા તરફી
ટ્રેડ જોવા માળિયા. રોકાણકારોની મૂડીમાં
પણ ચાર લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ભારતીય શેરબજારમાં સાર્વત્રિક સુધારાનો
માહોલ જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત સાથે આઈટી
અને ટેક્નોલોજી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે.અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને
ધ્યાનમાં લેતાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તોફાની તેજી આવી છે. બિટકોઈન લાંબા સમય
બાદ ૭૫૦૦૦ ડોલરના લેવલે સ્પર્શ્યો છે. ટ્રમ્પની નીતિઓ ક્રિપ્ટો કરન્સી માર્કેટ
માટે વધુ અનુકૂળ હોવાના અંદાજ સાથે ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોએ ખરીદી વધારી છે.
સેન્સેક્સ
૯૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૩૭૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે
નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૯૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક
નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૬૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ, નિફટી બેઝડ આજે બજારે યુ–ટર્ન લીધા સાથે સ્મોલ કેપ શેરોમાં આજે ખેલંદાઓ, ફંડોએ ઘટાડે
પસંદગીનું વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં ૨૭૭ ઈલેક્ટોરલ વોટ્સ
મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પની જીતની જાહેરાત સાથે જ શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. આઈટી શેર્સમાં ઉછાળા
પાછળનું કારણ ટ્રમ્પની જીતથી ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજી છે. બેંકિંગ શેરોમાં આજે ફંડોની મોટી ખરીદી થઈ હતી. સ્ટીલ કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યાના અને એન્ટિ–ડમ્પિંગ ડયુટીના
અહેવાલ સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણીમાં વિજયની મેટલ–માઈનીંગ શેરોમાં
ખરીદી રહી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના
શેરોમાં ફંડોની આજે ઘટાડે ખરીદી થતાં રિકવરી આવી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,લાર્સેન,ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,સન
ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,એસીસી,ઓબેરોઈ
રીયાલીટી,ઈન્ફોસીસ,ગ્લેનમાર્ક ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,વોલ્ટાસ,હવેલ્લ્સ,ભારતી
ઐરટેલ,રિલાયન્સ,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ જેવા શેરો
વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,સિપ્લા,ઇપ્કા
લેબ,એયુ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૬૪ અને વધનારની સંખ્યા ૩૦૦૩
રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૧૫૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૬ શેરોમાં ઓનલી
બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની
ભાવિ દિશા….મિત્રો, અમેરિકામાં
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત ભારતીય સહિત અન્ય દેશોના ચલણ માટે
નુકસાનકારક સાબિત થઈ છે. ટ્રમ્પની જીતના અહેવાલો સાથે જ રૂપિયો ડોલર સામે ૧૫ પૈસા તૂટી ઓલટાઈમ લૉ ૮૪.૨૫ ના લેવલે પહોંચ્યો હતો. યુએસ ફેડ આ સપ્તાહના અંત
સુધીમાં બેઠક યોજી વ્યાજના દરોમાં ઘટાડા અંગેની જાહેરાત કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે જ તેની ફુગાવા આધારિત નીતિઓ
ડોલરને વેગ આપશે તેવા સંકેતો સાથે ડોલર ઈન્ડેક્સ આજે બુધવારે ૧.૯% ઉછાળા સાથે ૧૦૫.૩૦ના
ચાર માસની ટોચના લેવલે પહોંચ્યો છે. પરિણામે અન્ય એશિયાઈ અને
યુરોપિયન કરન્સી નબળી પડી હતી. એશિયાઈ અને યુરોપિયન
કરન્સી નબળી પડી હતી.ચૂંટણીની અનિશ્ચિતતાઓના
કારણે છેલ્લા કેટલાક સમયથી ડોલર ઈન્ડેક્સ પ્રેશરમાં હતો. યુએસ ૧૦ વર્ષની યીલ્ડ પણ ૧૭ બેઝિસ પોઈન્ટ વધી ૪.૪૪% ના
સ્તરે પહોંચી છે. જે રૂપિયા પર પ્રેશર વધારશે. ૨૦૨૫ માટે યુએસ ફેડ વ્યાજના દરો ૧૦૦ બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.
શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજાર ફેડરલ બેંક ઓફ અમેરિકા દ્વારા વ્યાજદર અંગેના નિર્ણય, પીએમઆઈ, એફઆઈઆઈના ડેટા અને ક્રૂડ ઓઈલની વધઘટ પર નિર્ભર રહેશે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર–ચઢાવથી ભરેલું રહી શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.