November 23, 2024

+91 99390 80808

November 23, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા. ૩૧.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૯૪૨ સામે ૮૦૦૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૨૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોદિવસ દરમ્યાન સરેરાશ ૭૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૩૮૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૮૮ સામે ૨૪૪૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૨૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યોસરેરાશ ૧૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૩૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહને નબળું પાડયા બાદ યુદ્વ વિરામના સંકેત છતાં આજે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈ પાછળ શેરોમાં સાવચેતીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર ફરી ઘટી આવ્યું હતું. વિક્રમ સંવત ૨૦૮૦ પૂરું થવામાં છે, ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સતત વેચીને થઈ રહેલી એક્ઝિટના પરિણામે બજારમાં વિશ્વાસ ડગમગવા લાગી આજે સપ્તાહના ચોથા દિવસે ફંડો સાથે મહારથીઓએ ફરી ટેકનોલોજી – આઈટી અને બેકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઉછાળે વેચવાલ બનતાં અને શેરોમાં પણ તેજીનો વેપાર હળવો કરતાં સેન્ટીમેન્ટ ખરડાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, યુટિલિટીઝ, પાવર, કોમોડિટી, મેટલ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૪ અને વધનારની સંખ્યા ૨૬૫૨ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સન લી. ૬.૩૮%, પાવરગ્રીડ કોર્પોરેશન ૦.૮૬%, જેએસડબ્લ્યુ ૦.૭૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૭૧% અને એચડીએફસી બેન્ક ૦.૦૧% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર ૪.૫૪%, એચસીએલ ટેકનોલોજી ૩.૮૯%, ટીસીએસ લી. ૨.૮૦%, ઇન્ફોસિસ લી. ૨.૪૮%, એશિયન પેઈન્ટ ૧.૯૭%, મારુતિ સુઝુકી ૧.૫૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૭%, અદાણી પોર્ટ ૧.૪૫%, ભારતી એરટેલ ૧.૩૪%, એકસિસ બેન્ક ૧.૨૦%, ટાઈટન કંપની લી. ૧.૧૬%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૭%, બજાજ ફાઈનાન્સ ૧.૦૦% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૪% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના શેરબજારો સામે એફઆઈઆઈના આઉટફલોસ, ભૌગોલિક રાજકીય તણાવ, કોર્પોરેટ આવકમાં નરમાઈ, ફુગાવો તથા બેન્કો, આઈટીને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના નાણાં વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ નબળા જોવા મળી રહ્યા છે જેની અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે તેમજ ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનો સંઘર્ષ જો ઘેરો બનશે તો તેની પણ સંવત ૨૦૮૧માં ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે.

વર્ષ ૨૦૨૪ના અત્યારસુધીના ગાળામાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈની કેશમાં રૂ.૧ લાખ કરોડથી વધુની વેચવાલીના ઓછાયા હેઠળ હવે આપણે સંવત ૨૦૮૧માં પ્રવેશી રહ્યા છે ત્યારે ભારતમાંથી એફઆઈઆઈના જંગી આઉટફલોસ માટે ચીનમાં જોવા મળી રહેલી આર્થિક રિકવરી મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. ચીન સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સથી જો તેના અર્થતંત્રમાં સુધારો જોવા મળશે તો સંવત ૨૦૮૧માં વિદેશી રોકાણકારોનો આઉટફલોસ વધુ ઊંચો જોવા મળી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

RELIANCE

HDFC BANK

HAVELLS

SBI

Nifty Trend : 25 November 2024

error: Content is protected !!