November 23, 2024

+91 99390 80808

November 23, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકારમિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૦.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૨૨૪ સામે ૮૧૭૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૮૧૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૯૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૪૯ સામે ૨૪૯૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૨૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી હતી. શેરબજારમાં વેચવાલીનું પ્રેશર વધુ જોવા મળતાં સપ્તાહના પ્રથમ  દિવસે ઘટાળો નોંધાયો છે.વૈશ્વિક બજારોમાં ચાઈનાની અનિશ્ચિતતા વચ્ચે નરમાઈ રહી હતી.સેન્સેક્સ, નિફટીમાં આજે ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, ફાર્મા, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં મોટું ઓફલોડિંગ થવા સાથે સ્મોલ,મિડ કેપ શેરોમાં ઈન્વેસ્ટરો વેચવાલ બનતાં માર્કેટબ્રેડથ ફરી નબળી પડી હતી.સેન્સેક્સ ૭૩ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૧૫૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૬૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૭૮૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૭૦ પોઈન્ટના ઘટાળા સાથે ૫૨૦૪૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું.બેંકિંગ શેરોમાં એકંદર વેચવાલી રહી હતી.હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોના પ્રોફિટ બુકિંગે વ્યાપક નરમાઈ રહી હતી.એફએમસીજી કંપનીઓના શેરોમાં  નફારૂપી વેચવાલી થઈ હતી.સેન્સેક્સ,નિફટીમાં સતત ઘટાડા સાથે સ્મોલ,મિડ કેપ શેરોમાં મોટાપાયે સેલિંગ થતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઘટાળો થયો હતો.

નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે અમેરિકાની બજેટ ખાધ વધીને ૧.૮૩૩ ટ્રિલિયન ડોલર છે,જે કોરોના મહામારી બાદની સૌથી વધુ છે. દેશના દેવા પર વ્યાજની ચૂકવણી જ ૧ ટ્રિલિયન ડોલર કરતા વધુ થતા કુલ બજેટ ખાધમાં રેકોર્ડ વધારો થયો છે. આ સિવાય સામાજિક સુરક્ષા રિટાયરમેન્ટ કાર્યક્રમ, હેલ્થકેર અને સૈન્ય માટે ખર્ચમાં વધારો થતા બેલેન્સશીટ પર દબાણ વધ્યું હતુ.યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા વર્ષ માટેની ખાધ નાણાકીય વર્ષ ૨૦૨૩માં નોંધાયેલ ૧.૬૯૫ ટ્રિલિયન ડોલરથી ૮ ટકા અથવા ૧૩૮ અબજ ડોલર વધુ રહી છે. બજેટ ખાધનો આ આંકડો અમેરિકાના ઈતિહાસની ત્રીજી સૌથી મોટી ફેડરલ ખાધ હતી. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એશિયન પેઈન્ટ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,ટાટા કેમિકલ્સ,ઓબેરોઈ રીયાલીટી,ટેક મહિન્દ્રા,એચડીએફસી બેન્ક,અપોલો ટાયર જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,ડીવીસ લેબ,ઈન્ડીગો,ગ્રાસીમ,ટોરેન્ટ ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,સન ફાર્મા,અદાણી પોર્ટસ,વોલ્ટાસ,એક્સીસ બેન્ક,સિપ્લા,ઈન્ફોસીસ,લ્યુપીન,ટાટા મોટર્સ,ડીએલએફ,સન ટીવી જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૧૪ અને વધનારની સંખ્યા ૧૧૨૩ રહી હતી,  ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.બજારની ભાવિ દિશા….મિત્રો,ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં રૂ.૮૦,૦૦૦ કરોડ જેટલી જંગી ચોખ્ખી વેચવાલીના પરિણામે આવેલું કરેકશન હવે અઠવાડિયાના અંતે અટકતું જોવાયું છે. વિદેશી ફંડોની વેચવાલી સામે લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી સપ્તાહના અંતે પણ જળવાઈ શેરોમાં તેજીનો ચમકારો જોવાયો છે. આ સાથે ઓટો જાયન્ટ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ મોટી પ્રવાહિતા બજારમાંથી લઈ જતાં સપ્તાહ દરમિયાન એકંદર જોવાયેલી નિરસતા અંતે આ આઈપીઓની નૈયા ક્યુઆઈબીઝના સહારે પાર પડતાં સેકન્ડરી બજારમાં પણ ફરી તેજીનો સળવળાટ થતો જોવાયો છે. કંપનીઓના પરિણામો એકંદર મિશ્ર ટ્રેન્ડ બતાવી રહ્યા હોઈ બજારમાં  સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવાઈ છે. જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ, ચાઈનાના સંભવિત પેકેજ અને ક્રુડ ઓઈલના ફરી તૂટતાં ભાવો, કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી ફ્યુચરમાં અફડા – તફડી જોવાઈ શકે છે.વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી દિવસોમાં નજર રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

RELIANCE

HDFC BANK

HAVELLS

SBI

Nifty Trend : 25 November 2024

error: Content is protected !!